ઇનોવેશન:જિલ્લા પોલિટેક્નિકલ કોલેજના પ્રોજેક્ટ એક્સપોમાં 245 વિદ્યાર્થીએ પોતાના cરજૂ કર્યા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર સી.યુશાહ પોલિટેક્નિકલ કોલેજમાં તાજેતરમાં પ્રોજેક્ટ એક્સપોનું આયોજન કરાયું હતું. જેમાં 245 વિદ્યાર્થીએ પોતાના ઇનોવેશન રજૂ કર્યા હતા.જેમાં સોલાર ઇલેક્ટ્રિક ટ્રોલી, સોલારના ઉપયોગથી ખારાપાણીને પીવાલાયક બનાવવું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજ્સ, સોફ્ટવેરની મદદથી ભારતીય પરીધાન બનાવવા સહિતના પ્રોજેક્ટે આકર્ષણ જમાવવા સાથે પ્રથમ ક્રમાંક મેળ્વયો હતો.

સૂર્ય ઊર્જાની મદદથી ખારાપાણીને પીવાલાયક બનાવતી સીસ્ટમ મિકેનિકલ ડિપાર્ટમેન્ટના પઠાણ ઇમ્તિયાઝ, થરેશા દેવમ, ટાંક જયવિરસિંહ, કઠવાડિયા વૈભવ, સુજલ પરમાર, સોલંકી હાર્દિક,મીત પટેલે લેક્ચરર એચ.એ.છાયા, જે.બી.વણપરાના માર્ગદર્શનમાં ટ્યુબ્યુલર સોલાર વોટર ડિસ્ટિલેટર બનાવ્યું હતું.ટ્રાન્સપરન્ટ ટ્યુબ્યુલર કવર, વોટરટ્રે અને સિલિન્ડ્રિલર રોટેટિંગ ડ્રમથી માત્ર રૂ.6000 તૈયાર કરાયું છે. જેમાં ખારું પાણી ભરી સૂર્યના કિરણો ટ્રાન્સપરન્ટ ટ્યુબ્યુલરમાં કવર મારફતે સીધા પાણીની ટ્રેમાં પડે છે.

આથી પાણીનું ઇવેપોરેશન એટલેકે શુદ્ધિકરણ થાય ત્યારબાદ પાર દર્શક કવરમાં નીચે ભેગું થાય તે એકત્ર કરી લેવાય છે. આ સિસ્ટમ દિવસ દરમિયાન સૂર્યની ગરમી સંગ્રહ કરી રાત્રી દરમિયાન પણ પાણી શુદ્ધિકરણ કરે છે. પૃથ્વી પરનું એક તૃતિયાંશ પાણી ખારું છે. પીવાલાયક પાણી મર્યાદિત છે. આથી ભવિષ્યમાં આ ઇનોવેશનથી ખારું પાણી પીવાલાયક બનાવી લોકોપયોગી થાશે.

એક વાર ચાર્જમાં 50થી 60 કિમીની ચાલતી સોલાર ઇલેક્ટ્રિક ટ્રોલી ઓટોમોબાઇલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી યાદવ અમીરચંદ, પરમાર હરીકૃષ્ણન, પરમાર હિતેષકુમાર,વાઘેલા અર્જુનસિંહ દ્વારા ભાવિન સિધ્ધપુરિયાના માર્ગદર્શનમાં ઈંધણના વધતા ભાવ અને તેનાથી થતા ધુમાડાથી પર્યાવરણ બચાવવા સાથે ઇકોફ્રેન્ડલી વિકલ્પ આપ્યો હતો. જેમાં સોલાર આધારીત ઇલેક્ટ્રોકીન ટ્રોલી બનાવી હતી.માત્ર 30થી 32 હજારના ખર્ચમાં બનતી આ ટ્રોલી સોલાર પેનલ આધારિત સોલાર ઊર્જાથી ઇલેક્ટ્રિક પેનલની મદદથી 4 બેટરી ચાર્જ થાય છે.

જે હાલ સોલારની મદદથી ચાર્જ થતા 10થી 15 કલાર અને ઇલેક્ટ્રિકથી ચાર્જ થતા 3થી 4 કલાક લાગે છે. જે એક વાર ચાર્જ કરવાથી 25થી 30 કિમીની ઝડપે 50થી 60 કિમીની એવેરેજ આપે છે. આમ ઇલેક્ટ્રિક અને સોલારની બન્નેની મદદથી ચાલતું આ વાહન ભવિષ્યમાં લોકોન ખૂબ ઉપયોગથી થાય તેમ છે. આ સોલાર ઇલેક્ટ્રિક ટ્રોલીને ઓટોમોબાઇલ ડિપાર્ટમેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

અવાજના આદેશ મુજબ પ્રતિક્રિયા આપતું ઝાર્વિસ એઆઇ સિસ્ટમ
કમ્પ્યૂટર એન્જિન્યરિંગ વિભાગના હર્ષીલ પરમારે માર્ગદર્શક એસ.જી.લાંઘણોજાના માર્ગદર્શનમાં વર્ચ્યુઅલ આસિસ્ટ ઝાર્વિસ સિસ્ટમ બનાવી હતી.આયરન મેન ફિલ્મમાં બતાવાયેલ એઆઇ સિસ્ટમ ઝાર્વિસ જે લોકોની જેમ વાત કરે છે તેમાંથી પ્રેરણા લઇ બનાવાઇ છે. જે ડેસ્કટોપ વોઇસ આસિસ્ટન્ટ જે વપરાશ કર્તાને કમ્પ્યૂટર સાથે વાત કરવા મદદરૂપ થાય છે. વપરાશકર્તા બોલે, લખે તેના પરથી ઇનપુટ લઇ સિસ્ટમ પ્રતિક્રિયા આપે છે. વોઇસ કોલ આસિસ્ટ કરવા, ટેક્સટ મેસેજ કરવા, એપ ખોલવી. આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું કે ભવિષ્યમાં વોઇસ કે ટેક્સટ કમાન્ડ આધારિત ગેઝેટમાં ઉપયોગી થાય તેમ છે.

ઇલેક્ટ્રિક ડિવાઇસ ચાર્જીંગ માટે માઇક્રોપ્રોસેરના ઉપયોગથી ડિસી સપ્લાયર
ઇલેક્ટ્રિકલ વિભાગમા માઈક્રોપ્રોસેસરનો ઉપયોગ કરીને ડી.સી. સપ્લાયને કંટ્રોલ કરી શકાય તે મુજબનુ ડિવાઈસ બનાવ્યું હતું. જે અર્જુનસિંહ પરમારના અને પ્રોજેક્ટ કો-ઓઓર્ડિનેટર શુક્લ દર્શનના માર્ગદર્શનમાં હડીયલ મોનીક, મકવાણા મેહુલ, ડાભી દિનેશ, દાવડા જય અને ડોડિયા રાજસિંહે તૈયાર કર્યું હતું. આ પ્રોજેક્ટ દ્વારા ડી.સી. સપ્લાયને માઈક્રોપ્રોસેસરની મદદથી સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. વિવિધ જ્ગ્યાએ ઉપયોગ થઈ શકે છે, ડી.સી. મોટરના સ્પિડ કંટ્રોલ વગેરે જેને ઈલેક્ટ્રિકલ વિભાગમાં પ્રથમ સ્થાન મળ્યું હતું.

સોફ્ટવેરની મદદથી ઇન્ડિયન ટ્રેડિશનલ વેર ડિઝાઇન ઇનોવેશન
કમ્પ્યૂટર એડેડ કોચ્યુમ ડિઝાઇન ડ્રેસ મેકિંગ ડિપાર્ટમેન્ટના સરોતરિયા યુતી, ઝાલા ધારીતાબા, શાહ દિશા, પુરોહિત ખુશ્બુ, બગડિયા શ્રૃષ્ઠી, પટેલ વિધીએ ડો.કે.પી.શાહના માર્ગદર્શનમાં સીએલઓ થ્રિડી સોફ્ટવેરની મદદથી ઇન્ડિયન ટ્રેડિશનલ વેર ડિઝાઇન ઇનોવેશન રજૂ કર્યું હતું. સામાન્ય રીતે આ સોફ્ટવેરથી શોર્ટસ વેર ડિઝાઇન થાય પરંતુ વિદ્યાર્થીઓએ તેની મદદથી ભારતીય પરિધાનો ડિઝિટલી ડિઝાઇન કરી થ્રિડી હ્યુમન ફિગર ક્રિચર પહેરાવાઇ હતી. ગ્રાફિક્સ, ટેકસચર ઉમેરી વધુ આકર્ષક બનાવાયા હતા. આ ઇનોવેશનથી કોઇ પણ ડિઝાઇન બન્યા પછી ડિઝિટલી કેવું લાગે છે તે જોઇ શકાય છે. જેથી ડિઝિટલ ફેશન શો કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...