આયોજન:કેશ ક્રેડિટ કેમ્પમાં 245 સ્વસહાય જૂથોને રૂ. 2.45 કરોડનું ઘિરાણ, 797 અરજીમાંથી 453 અરજીઓ મંજુર

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ​​​​​​​

સુરેન્દ્રનગરમાં પંડિત દિનદયાળ ટાઉન હૉલ ખાતે જિલ્લા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 245 સ્વ સહાય જૂથોને રૂ. 2.45 કરોડની ધિરાણ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ બબૂબેન પાંચાણી અને વઢવાણના ઘારાસભ્ય ધનજીભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ધનજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, બહેનો બચત કરવાનું અને પોતાના પાસે રહેલા પૈસાનું ખૂબ જ ચીવટપૂર્વક ખર્ચ કરવાનું કૌશલ્ય ધરાવે છે. બહેનો કેશ ક્રેડિટનો સારી રીતે ઉપયોગ કરી પગભર થઈ પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ બહેતર બનાવવામાં સફળ થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દર્શનાબેન ભગલાણીએ કેમ્પના આયોજન વિશે જણાવ્યું હતું કે કેમ્પમાં કુલ 797 અરજીઓ સ્પોન્સર કરવામાં આવી હતી. જેમાંથી 453 અરજીઓ મંજુર કરવામાં આવી હતી.

કેમ્પમાં પ્રથમ દિવસે 245 સ્વ સહાય જુથોને રૂપિયા 2.45 કરોડની ધિરાણ સહાય વિતરીત કરવામાં આવી હતી. આ પ્રસંગે બેંક સખી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા કુલ 9 બહેનોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં જિલ્લા કલેકટર કે. સી. સંપટ,નગરપાલિકા પ્રમુખ વીરેન્દ્રભાઈ આચાર્ય, જી.એલ.પી.સી. જનરલ મેનેજરઅજયકુમાર સોલંકી, લીડ બેંક મેનેજર અમિતભાઈ પરમાર, RSETI નિયામક પવનકુમાર ગોર તેમજ જિલ્લાના અને બેન્કર્સ અગ્રણીઓ તેમજ લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...