જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર ઉમેદવારી ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ હતો. આ દિવસે મુખ્ય પાર્ટીના ઉમેદવાર સહિત અપક્ષ ઉમેદવારો તથા કાર્યકરો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જેમાં જિલ્લામાં છેલ્લા દિવસે કુલ 97 ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાશે.ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની તા.17 છેલ્લી તારીખ છે.
ઝાલાવાડની 5 બેઠકોની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયાઓ 5-11-2022થી જિલ્લામાં ચાલુ કરાઈ હતી. જેનો છેલ્લો દિવસ 14 નવેમ્બર હતો. આથી જિલ્લાભરની મુખ્ય પાર્ટીઓ તથા અપક્ષ ઉમેદવારો તેમના ટેકેદારી અને કાર્યકરો સાથે વાજતે ગાજતે કચેરીઓએ પહોંચ્યા હતા.ઉમેદવારીનો છેલ્લો દિવસ હોવાથી ઉમેદવારી પત્રકો વિતરણની વ્યવસ્થા જિલ્લાના વિધાનસભા વિસ્તારના તાલુકા સેવા સદનોમાં કરાઈ છે. ત્યાં મોડી સાંજે કચેરી બંધ થવા સુધી લોકોની ચહલ પહલ રહી છે. જિલ્લામાં કુલ 271 ઉમેદવારી પત્રકો લઇ જવાયા છે. જેમાંથી સોમવારે છેલ્લા દિવસે લીંબડીમાં 24, વઢવાણમાં 23, પાટડીમાં 22, ધ્રાંગધ્રામાં 16, ચોટીલામાં 12 અને ઉમેદવારી ફોર્મ ભરીને પરત કરવામાં આવ્યા હતા.
એક સાથે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરાવા ધસારો રહેતા મોડી રાત્રી સુધી ફોર્મ શોર્ટ લીસ્ટ કરવામાં અધિકારીઓ અને ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ વ્યસ્ત રહ્યા હતા. 15-11-2022 સુધી ઉમેદવારી પત્રો ચકાસણીની ભરવાની કાર્યવાહી ચાલુ કરાશે. જ્યારે 17-11-2022 તારીખ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. આમ 17 તારીખ બાદ કેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી રહેશે તે સ્પષ્ટ થશે. સોમવારે મોડી રાત્રી સુધી ઉમેદવારી ફોર્મ શોર્ટ લીસ્ટ કરવાની પ્રક્રિયા પાંચ વિધાનસભામાં ચાલુ રહી હતી. આથી ફોર્મની સંખ્યામાં વધારો પણ થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.