તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્જર ડિસેમ્બર:શનિવારે કોરોનાના 24 કેસ, 5 મોત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
કેસો વધતાં લખતર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ - Divya Bhaskar
કેસો વધતાં લખતર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
 • 5 દિવસમાં 23નાં મોત, જિલ્લામાં દર 15 દર્દીએ 1નું મોત

જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે ડિસેમ્બર મહિનો ડેન્જર સાબીત થઇ રહ્યો છે. શનીવારે પણ 5 કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે. આમ, ડિસેમ્બરના 5 જ દિવસમાં 23 વ્યકિતઓ કોરોનાનો કોળીયો બન્યો છે. શનીવારે જિલ્લામાં વધુ 24 નવા દર્દીઓ નોંધાયા હતા. જિલ્લામાં શુક્રવારના 5 મોત બાદ શનીવારે પણ 5 દર્દીઓના મોત થતા છેલ્લા પાંચ જ દિવસમાં 23 વ્યકિતઓને કોરોના ભરખી ગયો છે. જયારે જિલ્લામાં કોરોનાથી મૃતાંક 218 થયો છે. શનીવારે ધ્રાંગધ્રા તાલુકાના પ્રતાપપુર ગામના 70 વર્ષીય પુરૂષ, સુરેન્દ્રનગરના 72 વર્ષીય પુરૂષ, 65 વર્ષીય મહિલા, 94 વર્ષીય વૃધ્ધ અને લખતરના 62 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત થયુ છે.

શુક્રવારના પાંચેય મોત બાદ શનીવારના મોત પણ 60 વર્ષથી ઉપરના દર્દીઓના થતા મોટી ઉંમરના દર્દીઓમાં ચિંતા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયેલા 3089 કોરોનાગ્રસ્ત દર્દીઓ સામે 213ના મોત થતા દર 15 દર્દીએ એક દર્દીનું મોત થાય છે. જયારે છેલ્લા પાંચ દિવસમાં 65 નવા કેસ નોંધાયા છે. જેની સામે 23 દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં કોરોનાથી મોતનું પ્રમાણ ચિંતાજનક બન્યુ છે. જ્યારે શનીવારે 13 દર્દીઓ કોરોનામુકત થયા છે. આથી જિલ્લામાં કુલ 2668 દર્દી કોરોનામુક્ત થયા છે.

લખતર તાલુકામાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. તેવામા લખતર PSI વાય.એસ.ચુડાસમાની બદલી થતાં એચ.એમ.રબારીએ ગુરુવારે ચાર્જ સંભાળ્યો હતો. જેમણે પોલીસની ટીમ સાથે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે કડક સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો