રોગચાળો વકર્યો:1 અઠવાડિયામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 22000ની ઓપીડી નોંધાઇ

સુરેન્દ્રનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ભેજ, વરસાદી વાતાવરણથી શરદી-ઉધરસનો રોગચાળો વકર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ભેજ તેમજ વરસાદી વાતાવરણની લોકો પર અસર પડી છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં 22000 જેટલી ઓપીડી આવી હતી. જેમાં વાયઇરલ ઇન્ફેકશન સાથે સાથે શરદી-ઉધરશના રોગમાં લોકો વધુ સપડાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં તાવ, ઝાડા ઉલટીના સહિતના રોગચાળાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં થોડા સમયથી ભેજવાળું તેમજ વરસાદી વાતાવરણને લઇને લોકો બીમારીમાં સપડાય છે. જિલ્લામાં વાદળછાયાની પરિસ્થિતિ, પાણી ભરાવાની સાથે મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ દિવસે દિવસે વધી રહ્યો છે.

જેના કારણે તાવ, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા સહિતના કેસો ધ્યાને આવ્યા છે. જેની સામે વાઈરલ ઇન્ફેકશન શરદી, ઉધરશની ઓપીડીની સંખ્યા વધી રહી છે. બાળકોથી લઇને મોટી ઉંમરના લોકો પણ શરદી-ઉધરશની ઝપટે ચડી ગયા છે. પરિણામે વઢવાણ, લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા, મૂળી, સાયલા, લખતર, ચોટીલા, થાન સહિતના તાલુકા મથકો પરની સરકારી હોસ્પિટલોમાં પણ શરદી-ઉધરશના દર્દીઓ વધી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં કે જ્યાં દરરોજની 350 જેટલી ઓપીડી નોંધાતી તેની સામે હાલ 400થી 500 ઓપીડી નોંધાઇ રહી છે. તેમાં પણ શહેરી તેમજ ગ્રામ્ય પંથકના લોકો શરદી-ઉધરશની સારવાર માટે વધુ આવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરશના કારણે ઓપોડીમાં પણ વધારો થતા અંદાજે 22000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. આવા રોગચાળાના સમયે તળેલી વાનગીઓ, સફેદ ખાંડ, મીઠાઈઓ, આથા વાળી વાનગીઓ, કેળા, ઠંડા પીણા, વગેરે ચીજ વસ્તુઓ ન લેવી. બદલાતી ઋતુ પ્રમાણે આહાર અને જીવનશૈલીમાં થોડાક ફેરફારો કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.

અન્ય સમાચારો પણ છે...