સહાય:સુરસાગર ડેરીના 48 મૃતક પશુપાલકના વારસદારને 21.60 લાખની સહાય અપાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના મૃતક સભાસદોના પરિવારજનોને ચેક અર્પણ કરાયા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર સુરસાગર ડેરીના મૃતક સભાસદોના પરિવારજનોને ચેક અર્પણ કરાયા.
  • ગ્રાહક મરણોત્તર સહાય યોજના અંતર્ગત ચેક અર્પણ કરાયા

સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત મૃત્યુ પામનાર સભાસદોના વારસદારોને આર્થિક સહાય અપાય છે. આથી મૃત્યુ પામેલ 48 સભાસદના વારસદાને રૂ.21.60 લાખના ચેક ચેરમેનના હસ્તે અર્પણ કરાયા હતા.

ચેરમેન બાબાભાઇ ભરવાડના હસ્તે મૃત્યુ પામનાર 48 સભાસદના વારસદારોને 45 હજાર લેખે રૂ.21.60 લાખના ચેક અર્પણ કરાયા હતા. આ અંગે બાબાભાઇ ભરવાડે જણાવ્યું કે દૂધમડળીમાં દૂધ ભરતો એક પણ પશુ પાલક જૂથ વીમા યોજના રક્ષણ વગર ન રહી જાય માટે પ્રયત્નો કરવા જાગૃતતા લાવવા અને ચર્ચા કરી માર્ગદર્શન અપાયું છે.

જ્યારે પશુ સારવાર વિભાગના હેડ ડો.નિશાંત શંખધરે સરકારી દૂધ સંઘની વિવિધ હકકારી યોજના જેવી કે વાછરડી પાડી ઉછેર વ્યંધત્વ નિવારણ, દૂધ ઉત્પાદન હરીફાઇ યોજના, દૂધ ચકાસણી મશીન ખરીદી યોજના, દૂધ ઘર બનાવવા માટે યોજના, પશુપાલકોને શૈક્ષણિક પ્રવાસ, મિલ્કિંગ મશીન સ્વરોજગાર હેતુ દુધાળા પશુ યોજના સહિતની સમજ આપી હતી.

2021-22 દરમિયાન 367 ગ્રાહકના વારસદારોને 1,63,45,000ની સહાય જ્યારે 2022-23માં મરણોતર સહાયના 20 ગ્રાહકોના વારસદારને 9,00,000 ચુકવાયા અને અત્યાર સુધીમાં 897 ગ્રાહકને 3,64,80,057 મરણોતર સહાય પેટે ચુકવાયા છે. જનશ્રી વીમા યોજના હેઠળ 152 પશુપાલકને 60,80,000 સીધા બેક ખાતામાં જમા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...