કોરોના બેકાબુ:લખતર મામલતદાર સહિત ઝાલાવાડમાં 21ને કોરોનાનો ચેપ

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં સોમવારે કોરોનાનો આંક 21ના વધારા સાથે 2666 પર પહોંચ્યો છે. સોમવારે લખતર મામલતદાર સહિત 21 લોકો કોરોના સંક્રમીત થયા છે. જયારે કોરોનાથી એક મોત થયુ છે. સોમવારે લખતર તાલુકામાં વધુ 11 કેસ નોંધાયા છે. છેલ્લા 7 મહિનાથી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લખતર મામલતદાર કોરોના સંક્રમીત થયા છે. આ ઉપરાંત લખતર શહેરમાં 7, ઢાંકી અને નાના અંકેવાળીયા ગામે 1-1 અને આદલસરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ભાગોમાં 11 કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. બીજી તરફ વધુ 16 દર્દીઓ કોરોનામુકત થયા છે. આથી કોરોનામુકત દર્દીઓની સંખ્યા 2235 થઇ છે. જયારે વઢવાણના 53 વર્ષીય પુરૂષનું કોરોનાથી મોત થયુ છે.

અન્ય સમાચારો પણ છે...