ચૂંટણીનું બ્યુગલ:ચોટીલા વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે પ્રથમ ચોટીલા બેઠક માટે સેન્સ લેવાની શરૂઆત થઈ હતી. તેમજ ચોટીલા બેઠક માટે ભાજપમાંથી ટીકીટની દાવેદારી કરેલા મોટાભાગના સ્થાનિક ભાજપના નેતાઓ અને આગેવાનો એક જુથ બનીને ભાજપ પાસેથી સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામા આવે તેવી માંગ ઉઠી હતી. જેમાં ચોટીલા વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.

આગામી વિધાનસભાની ચુંટણીના પડઘમ વચ્ચે હાલ ભાજપ દ્વારા સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટલમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક માટે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવાઇ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસમાં સિટીંગ ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણાનું નામ ફાઇનલ જ છે. જ્યારે ચોટીલામાં પહેલી વખત ચુંટણી લડતી આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર તરીકે રાજુભાઇ કરપડાનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. જ્યારે ચોટીલા વિધાનસભા માટે ભાજપ દ્વારા આજે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે.

ચોટીલા વિધાનસભા ચૂંટણી માટે 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવતા રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. જેમાં મોટાભાગના તમામ આગેવાનોએ સ્થાનિક ઉમેદવારોને ટીકીટ આપવાની માંગ સાથે જીતાડીને કમળ ખીલવવાની વાત કરી હતી. ત્યારે સુરેન્દ્રનગરની પ્રેસિડેન્ટ હોટલમાં સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં દરેક વિધાનસભા સીટમાંથી ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...