એજ્યુકેશન:માસ પ્રમોસન બાદ 1 વર્ષ પછી ઝાલાવાડના ધો.10ના 20,320, ધો.12ના 10,129 વિદ્યાર્થી પરીક્ષા આપશે

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ચિંતાને તિલાંજલિ આપો, પૂરતી ઉંઘ લો, બોર્ડની ૫રીક્ષા પૂર્વે ધો.10 -12ના વિદ્યાર્થીઓ માટે તજજ્ઞોની મહત્ત્વની ટિપ્સ​​​​​​​

સુરેન્દ્રનગરના ધો.10ના 20,300 અને ધો.12ના 10,129 વિદ્યાર્થી આગામી તા.28 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે. કોરોનામાં ગત વર્ષે માસ પ્રમોશન આપવામાં આવ્યાના 1 વર્ષ બાદ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે. પરીક્ષા પહેલા શું કરવુ તે માટે તજજ્ઞો, તબીબોએ ભાસ્કરના માધ્યમથી ટીપ્સ શેર કરી છે.

ઝાલાવાડમાં કોરોના કાળ દરમિયાન શાળાઓમાં પરીક્ષાઓ થઇ શકી ન હતી. જ્યારે ગત વર્ષ 2021માં કોરોનાની બીજી લહેરમાં બોર્ડ તથા અન્ય પરીક્ષાઓ શક્ય ન બનતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આગામી તા.28-3-2022થી 12-4-2022 દરમિયાન યોજાનાર પરીક્ષામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધો.10ના 20,300 અને ધો.12ના 10,129 વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જઇ રહ્યા છે.આથી હાલ ભાવિ સંદર્ભે આ પરીક્ષાઓનું અદકેરું મહત્વ છે અને એટલે જ બધા વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરી રહ્યા છે. તજજ્ઞો અને તબીબો તથા પૂર્વ ટોપર વિદ્યાર્થીઓએ પરીક્ષાના આગળના દિવસો દરમિયાન કેવીરીતે તૈયારી કરવી અને સ્ટ્રેસ ફ્રી રહેવા અંગે અનુભવો અને ટીપ્સ શેર કરી છે.

2013માં ધો.10માં રાજ્યમાં પાંચમા ક્રમ મેળવનાર વિદ્યાર્થી ડો.ધ્રુમીલ મોટકાએ જણાવ્યું કે, બોર્ડની પરીક્ષા પહેલા મેં વિષયની તૈયારીઓને 3 તબક્કામાં વહેંચી 99.95 પીઆર મેળવ્યા હતા. કોઇ પણ વિષયના ચેપ્ટર 3 ભાગમાં વહેચવા પ્રથમ જે કંમ્પલેટ આવડતા હોય, બીજા જે જાતે તૈયાર કરી શકાય તેમ હોય ત્રીજામાં શિક્ષકની મદદ લઇ તૈયારી કરવી, પરીક્ષાના આગળના દિવસોમાં જે ન આવડે તેની પાછળ સમય બગાડવા કરતા જે વિષયમાં પોતાની સ્ટ્રેન્થ હોય તેના પર વધુ ફોકસ કરવું.

વિદ્યાર્થીઓએ આટલું ધ્યાન રાખવું

 • પરીક્ષા પહેલા પોતાને અનૂકુળ સમયે વાંચન લેખન કરવું.
 • છેલ્લાં દિવસોમાં માર્ક્સની ચિંતા ન કરી મહેનત અલબત્ત ચાલુ રાખો.
 • માર્ક્સ, પર્સેન્ટેજના કોઈ જાદુઈ આંકડા સુધી પહોંચવાનું મનમાંથી દૂર કરો.
 • ૫રીક્ષા પૂર્વે અને ૫રીક્ષા દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહેવું.
 • ટકા અને માર્ક્સની અપેક્ષાના બોજને મન પર હાવી ન થવા દો.
 • કોઇ સમસ્યા જણાય તો શિક્ષક, માતાપિતાને જણાવો.

વાલીઓએ આ ધ્યાન રાખવું

 • ઘરનું વાતાવરણ હળવું, ખુશમિજાજ રાખવું.
 • વાલીઓએ પણ તનાવમાં ન રહેવું, તેની અસર પરીક્ષાર્થી ૫ર પડશે. ​​​​​​​
 • સંતાનો સાથે મિત્રતાપૂર્ણ, લાગણીસભાર વ્યવહાર રાખવો.
 • સંતાન ઓછું વાંચતા હોય, પૂરતી તૈયારી ન કરી હોય તો તેમની ટીકા કરવાથી કે ઠપકો આપવાથી દૂર રહેવું, હકારાત્મક અભિગમ રાખવો.

પૂરતી ઉંઘ લેવી વ્યાયામ કરવા
બાળકોએ પરીક્ષાની તૈયારી કરતા વખતે ટેબલ ખુરશી પર વાંચન લેખન કરવુ જેથી પરીક્ષા માટે અનુકૂળ થઇ શકાય.જ્યારે બિનજરૂરી ઉજાગરા ન કરી 7 કલાકની પૂર્ણ ઊંઘ લેવાથી યાદશક્તિ સારી રહે છે. યોગ પ્રાણાયામ કરવા અને શક્ય હોય તો હળવી કશરત કરવી. મન પ્રફુલ્લિત રાખવા મનગમતું મ્યુઝિક કે હાસ્યને લગતા કાર્યક્રમ જોવા. - ડો.કિન્નરીબેન ખારોડ,મનોવિજ્ઞાન નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...