રક્તદાન:હળવદમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 202 બ્લડની બોટલ એકત્ર કરાઈ

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 202 બ્લડની બોટલ એકત્ર કરાઈ - Divya Bhaskar
હળવદમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 202 બ્લડની બોટલ એકત્ર કરાઈ
  • પાટીયા ગ્રુપ,વિશ્વ હિન્દુ પરિષદ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા વિવિધ સામાજિક સંસ્થાના સહયોગથી આયોજન કરાયું

આજરોજ હળવદ શહેરમાં આવેલા શરણેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં પાટીયા ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર જોડાયા હતા અને આ કેમ્પમાં 202 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.

જેમાં 120 બ્લડની બોટલ સિવિલની હોસ્પિટલ બ્લડબેંકમાં અને 82 બોટલ ફિલ્ડમાર્શલ બ્લડ બેંક ખાતે લોહીની જરૂર છે તેવા દર્દી નારાયણના ઉપયોગમાં લેવામાં આવશે આ કાર્યક્રમમાં પૂજ્ય સાધુ-સંતો,રાજકીય આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ રક્તદાન કેમ્પમાં હાજર રહેલ રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...