શારિરીક તંદુરસ્તી ન જળવાતા લોકો અનેક બિમારીઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે હેલ્થ અવેરનેસ માટે અમદાવાદના પોલીસકર્મી અને તબીબે 200 કિમી સાઇકલ પ્રવાસ કરીને જાગૃતિ સાથે સંદેશ આપ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તા.1-1-2023ના રોજ નવા વર્ષની ઉજવણી નિમિતે અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ (ફોજી) તેમજ ગુજરાતની 104 હેલ્થ હેલ્પલાઇનના હેડ ડૉ.ધવલ માંડલિયા દ્વારા અમદાવાદથી પાટડી અને પાટડી થી અમદાવાદ સુધી 200 કિલોમીટરસાઇકલ પર હેલ્થ અવેરનેસ માટે પ્રવાસ કર્યો હતો.
સિંબાલિયન ગૃપના રાઇડર દ્વારા રસ્તા પર ઠેર ઠેર લોકોને સાઇકલના ઉપયોગ માટે તેમજ આરોગ્ય માટે જાગૃત કરવામાં આવી છે. અને નવા વર્ષમાં લોકોને ફિટનેસ માટે જાગૃત રહેવા સંકલ્પ કરાવવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.