ખેડૂતોનું અલ્ટીમેટમ:સુરેન્દ્રનગનરના ધ્રાંગધ્રા, મૂળી અને વઢવાણના 20 ગામોને નર્મદાનું પાણી ન મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીની ખાતરી બાદ પણ કોઈ નિર્ણય ન થતા ખેડૂતોએ બેઠક યોજી

ઝાલાવાડના ખેડૂતોએ મુખ્યમંત્રીને મળી નર્મદાનું પાણી આપવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ પણ ઘણા દિવસ સુધી આ પ્રશ્નો અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 20 જેટલા ગામોના ખેડૂતોની રાત્રીસભા યોજાઈ હતી. તેમાં સરકાર સામે રણશીંગુ ફૂંકવા ખેડૂતોએ હુંકાર કર્યો હતો.

તેમજ ઉપવાસ આંદોલન અને જરૂર પડે તો સામુહિક આત્મવિલોપન કરવા માટે વિચારણા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 20 ગામોના ખડૂતોએ નર્મદાના પાણી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતું. ગામેગામ રાત્રી સભાઓ યોજીને ખડૂતોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ મુદે ખેડૂત પ્રતિનિધિ મંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઇને નર્મદાના પાણી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાની ખાત્રી આપી હતી. પરંતુ ત્યારબાદ આ અંગે કોઈ કાર્યવાહી નહીં થતાં ખડૂતોએ ફરી આંદોલનનું રણશીંગુ ફૂંક્યુ છે. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લાના 20 ગામના સરપંચો એકઠા થયા હતા. અને કલેકટરને લેખિત આવેદનપત્ર આપ્યા બાદ ઉપવાસ આંદોલન તથા સામુહિક આત્મવિલોપન કરવા સહિતનું આંદોલન શરુ કરવા ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...