તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લાંમાં કોરોના આંકમાં સતતધારો થઇ રહ્યો છે. જેમાં રવિવારની સાંજે 7 કલાક સુધીમાં 20 કેસોનો ઉમેરો થયો હતો. આથી જિલ્લામાં કોરોના કેસ કુલ 3656ની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા 200 પર પહોંચી હતી. ભારત દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર વ્યાપવા સાથે ગુજરાતમાં દિનપ્રતિદીન કોરોના કેસ સામે આવતા જાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ હાલ કોરોના કેસો ઝડપથી વધી રહ્યાં છે. જેના કારણે લોકો ફરી પાછા કોરોનાના નિયમોનું ચૂસ્ત પાલન કરવાની ફરજીયાત બન્યુ છે.
ગુરૂવારે 14, શુક્રવારે 14, શનીવારે 22 કેસ પોઝીટીવ નોંધાયા હતા. આમ જિલ્લામાં ત્રણ દિવસથી કોરોના કેસ ડબલ ફિગરમાં નોંધાતા નવા 22 કેસોના ઉમેરા સાથે સાથે કુલ 3636 પર પોઝીટીવ કેસોનો આંક પહોંચી ગયો હતો. ત્યારે રવિવારની સાંજે 7 કલાક સુધીમાં જિલ્લામાં 20 કોરોના પોઝિટીવ કેસો ધ્યાને આવ્યા હતા. આમ કુલ પોઝિટીવ દર્દીઓનો આંક 3656 રહ્યો હતો. બીજી તરફ એકપણ દર્દીનો મોત થયુ ન હોવાથી મૃતક આંક 229 પર સ્થિર રહ્યો હતો. આ ઉપરાંત કોઇ કોરોના દર્દી સાજા ન થતા કુલ કોરોના મુક્ત આંક 3227 પર જ સ્થિર રહ્યો હતો. જ્યારે જિલ્લામાં કોરોના એક્ટીવ કેસોનીં સંખ્યા 200 પર પહોંચી ગયો છે.આમ વધતા કોરોનાના કેસને ધ્યાને લઇ ઝાલાવાડ વાસીઓએ સતર્ક બની કોરોનાથી બચવા સરકારે નક્કી કરેલા નિયમો સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક, વારંવાર હાથ ધોવા સહિતનું પાલન કરવુ આવશ્યક બન્યુ છે.
થાન તાલુકામાં રવિવારે ટેસ્ટિંગ બંઘ
થાન સીએચસી ખાતે લેબ બંધ હાલાતમાં તેમજ ડૉકટર હાજર હોવા છતા નામ દેવાનીના પાડી હતી. કોઈ અધિકારી હાજર ન હતા છતા ડૉકટર નીસાત ચેતાએ ફોન ઊપર જણાવ્યુ કે ત્યાં હાજર રહેલા ડો ગેક કરેલ છે પણ લેબમાં તાળા હોવા છતા ટેસ્ટ કેવી રીતે થયુ એ એક સવાલ છે. લોકો દ્વારા જાણવા મળ્યુ કે 8થી 10 લોકો ગયા હતા પણ ટેસ્ટ કરવામા આવ્યો ન હતો. આમ છેલ્લા ચાર દિવસમાં અંદાજે 150 કેસ આવવા છતા ટેસ્ટીંગ ઓછા કરવાની ફરીયાદ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત થાન શહેરમાં રવિવારે રસીકરણ બંઘ રાખવામા આવ્યુ હતુ. સરકારના પરિપત્ર હોવા છતા બંધ રાખવામાં આવેલુ છે. આમ થાનમાં આરોગય ખાતાનો બેવડો માર ખાવો પડ્યો હતો. આ અંગે તાલુકા અધિકારી સી.એમ.પટેલે જણાવ્યુ કે વેકસીન દેવાન ચાલુ છે. આમ સીએચસીમાં સટાફમાં એક જ ડોકટર હોવા છતા ચાલુ છે.
ચુડા સોની જ્વેલર્સ એસોસિયેશનનો નિર્ણય, 12 દિવસ 2 વાગ્યા પછી દુકાનો બંધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સભા, સરઘસો અને માનવ મહેરામણ ભેગું કર્યાં બાદ કોરોનાની બીજી લહેર વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ચુડા સોની જ્વેલર્સ એસોસિયેશનના દિપકભાઈ સોની, હિતેશભાઈ પટેલ, રમેશભાઈ મેટાલીયા, રાજુભાઈ ગોસલીયા, દિનેશભાઈ પટેલ સહિતનાએ કોરોનાના વધતાં સંક્રમણને રોકવા માટે સ્વૈચ્છીક રીતે તા.4થી 15 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી છે.તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.