અકસ્માત:ધ્રાંગધ્રાના બાવરી રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા અકસ્માત, 20 મજૂરો ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના બાવરી રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા અકસ્માત, 20 મજૂરો ઈજાગ્રસ્ત - Divya Bhaskar
ધ્રાંગધ્રાના બાવરી રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા અકસ્માત, 20 મજૂરો ઈજાગ્રસ્ત
  • ઈજાગ્રસ્ત પામેલા મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

ધ્રાંગધ્રા તાલુકાના બાવરી રોડ ઉપર છોટા હાથી વાહનનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજિત 20 જેટલા મજૂરને ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનાં ધ્રાંગધ્રા તાલુકાના જસાપર બાવરી વળાંક પાસે બાવરી રોડ ઉપર મજુરી કામ કરીને આવતા મજૂરો છોટા હાથી મારફતે ઘરે જતા હતા. તે સમયે રોડ પર છોટા હાથીનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીઓ વર્ષાબેન, ભણતાભાઈ, ચંપાબેન, રમેશભાઈ વેલજી, રમેશભાઈ રૂપસિંગભાઈ, પ્રકાશભાઈ, ગીતાબેન, ડીટલીબેન, અજયભાઇ, રાકેશભાઈ, કરસનભાઈ, મથરીબેન, સુર્યાભાઈ, નેવલીબેન, રેશમાબેન, ગંગાબેન, તેર્સીગભાઈ, દિલીપભાઈ, જયદીપભાઈ, જાનકીબેન, અલ્પેશભાઈ, લીલાબેન, જેટલા મજુરો ઘવાયેલ પ્રથમ સારવાર અર્થે 108ની મદદથી ધ્રાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

13 દર્દીઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ છોટા હાથીમાં અંદાજીત કુલ 18થી 22 જેટલા મજૂરો સવાર હતા. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...