તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજય અને દેશને કોરોનાએ અજગરી ભરડામાં લીધુ છે. ત્યારે કોરોના કાળના 9 માસમાં લોકોની દિનચર્યામાં પણ ફેરફાર આવ્યો છે. લોકો પોતાના આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બન્યા છે. દરરોજ નિયમીત કસરત માટે સાયકલીંગ ઉત્તમ વિકલ્પ હોવાથી જિલ્લામાં સાયકલનું વેચાણ કોરોનાના સમય દરમિયાન 20 ટકા વધ્યુ છે. આ અંગે સાયલકલનો વેપાર કરતા દર્શનભાઇ શાહે જણાવ્યુ કે, જિલ્લામાં 70 જેટલી દુકાનોમાં સાયકલ વેચાય છે.
પહેલા જયાં રોજ 350 સાયકલોનું વેચાણ થતુ હતુ તેની સામે 420થી વધુ સાયકલો વેચાય છે. તેમાં પણ કોરોનાના લીધે લોકો સવારના કે સાંજના સમયે સાયકલીંગ માટે સાયકલ લઇ જતા. અમુક લોકો તો પબ્લીક ટ્રાન્સપોર્ટ કે, દ્વીચક્રી વાહનોનો ઉપયોગ ટાળવા દુકાને કે ઓફિસે સાયકલ લઇને જતા થયા છે.4 હજારથી લઇને 20 હજાર સુધીની સાયકલો બજારમાં મળે છે. જેમાં હાલના સમયમાં હાઇબ્રીડ એટલે કે, ઓછા પેડલે વધુ ચાલુ તેવી સાયકલોનું વેચાણ વધ્યુ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.