તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિક નિયમોનું પાલન:સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ, સ્ટેટ હાઇવે પર સ્પિડ ગનથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 20 વાહન ચાલકને 40 હજારનો દંડ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં નાના-મોટા વાહનો પૂરપાટે પસાર થવાના કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિ પર કાબુ મેળવાવ માટે ટ્રાફિક તંત્ર સ્પીડ ગનની મદદથી લોકોને દંડ કરી રહ્યાં છે. જેના કારણે જાન્યુઆરી-2021થી અત્યાર સુધીમાં 40 વાહનચાલકોને હાઇવે ઉપર વધુ સ્પીડના નિયમ ભંગ બદલ રૂ. 40,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

જિલ્લામાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ પાલિકાના શહેરી વિસ્તારોમાં બાઇકથી લઇને મોટા સુધીના વાહનો બેફામ ગતિમાં ચાલતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યુ છે. આવા અમુક સ્થળોએ ગતિની મર્યાદાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના પાલિકા વિસ્તારોના માર્ગો પર હજુ પણ બોર્ડ નથી જેના કારણે આગામી સમયમાં બોર્ડની લગાવવાની કામગીરી થવાની હોવાનું બહાર આવ્યુ હતુ. જ્યારે સ્ટેટ તેમજ નેશનલ હાઇવે પર પૂરપાટ દોડતા વાહનો પર રોક લગાવવા માટે સુરેન્દ્રનગર ટ્રાફિક કચેરી દ્વારા સ્પીડગન દ્વારા કાર્યવાહી કરતા 2021ના જાન્યુઆરી માસથી તા. 12 જુન દરમિયાન 20 વાહનચાલકો ઝપટે ચડી ગયા હતા. અને આ વાહનચાલકોને રૂ. 40,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ અંગે ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડીયાએ જણાવ્યું કે, એક સપ્તાહમાં આવી ડ્રાઇવ રાખવામાં આવે છે અને જ્યાં સ્પીડને લગતા નિયમના બોર્ડ હોય ત્યાં ચેકિંગ કરી વાહનચાલકો વધુ સ્પીડમાં આવતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. વધુ સ્પીડના કારણે અકસ્માતનું પ્રમાણ વધુ રહે છે આથી વાહનચાલકોને સ્પીડ બાબતે સમજણ અપાય છે.

સ્પીડ ગન કઇ રીતે કામ કરે છે
ટ્રાફિક કચેરીના કર્મીઓ દ્વારા આ મશીનનો ઉપયોગ કરાય છે. ત્યારબાદ સ્ટેટ કે નેશનલ હાઇવે ઉપર જઇને આ મશીન દ્વારા પસાર થતા વાહનોની સ્પીડ બતાવે છે. જે વાહનોની સ્પીડ વધુ હોય તેનો તરત જ આ મશીનમાં ફોટો પડી જાય છે. ત્યારબાદ ફોટાના આધારે તેને દંડ કરવામાં આવે છે.

કયા 3 સ્થળે કેટલી સ્પીડ હોવી જોઇએ

વાહનનેશનલ-હાઇવેસ્ટેટ હાઇવેપાલિકા
બાઇક (100 ccથી વધુ)807060
બાઇક (100 ccથી ઓછી)606050
થ્રી વ્હીલર505040
ફોર વ્હીલ (9થી વધુ સીટ)907560
માલવાહક વાહન807060
ટ્રેક્ટર404030
અન્ય સમાચારો પણ છે...