વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારની ફાટકે 2 વર્ષ બાદ પણ અંડરબ્રિજ ન બનતા લોકોમાં રોષ ફેલાયો છે. હાલ દરરોજ માલગાડી કે ટ્રેન પસાર થાય તો લોકોને અંદાજે 20 મિનિટ સુધી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઝડપથી અંડરબ્રિજ બનાવાય તેવી લોકમાગ ઉઠી છે.
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી ફાટક ઉપર ટ્રાફિક સમસ્યાને લઇને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ધ્યાને લઇને અગાઉ સાંસદ અને ધારાસભ્ય સહિતનાઓએ સ્થળ મુલાકાત લઈને રૂપિયા 1.50 કરોડના ખર્ચે વાહન ચાલકોની સમસ્યા નિવારવાનાં ભાગરૂપે અંડરબ્રિજ બનાવવાની 2 વર્ષ પહેલા જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત થયાને ખાસ્સો એવો સમય વીતી જવા છતાં સ્થાનિક લોકોને લોલીપોપ આપ્યો હોવાનું સ્થાનિક લોકોના લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
આ ફાટક ઉપરથી અંદાજે 20થી વધુ ટ્રેન પસાર થતી હતી. ત્યારે હવે ફાટક પરથી માલગાડીઓ, ટ્રેનોની પણ સંખ્યા વધીને 30થી 35 થઇ ગઇ છે. જેના કારણે સમયાંતરે ટ્રેનો પસાર થાય ત્યારે ફાટક બંધ થાય છે. તેમજ ફાટક બંધ હોવાથી બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાય છે.
આ બાબતે સ્થાનિક રહીશ રાઠોડ સુનિલભાઈ, વિશાલભાઈ વાઘેલા, વી.એમ.રાઠોડ, નાગરભાઈ પરમાર, લલીતભાઈ, નરેન્દ્રભાઈ વિગેરે જણાવ્યું કે, અંડરબ્રિજ બનાવવાની જાહેરાત કર્યા બાદ અંડરબ્રિજ ક્યારે બનશે? આથી જવાબદાર તંત્ર દ્વારા આ વિસ્તારમાં ઝડપથી અંડરબ્રિજ બનાવવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થાય તેવી અમારી લાગણી અને માગણી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.