ઝાલાવાડનું જોમ ઝળક્યું:2 વિદ્યાર્થીએ કાતામાં 2 ગોલ્ડ, કુમીતેમાં 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવ્યો

સુરેન્દ્રનગર‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઠમાંડુમાં ઇન્ટરનેશનલ વાડોકાઇ કરાટે ચેમ્પિયનશિપમાં ઝાલાવાડનું જોમ ઝળક્યું

વાડોકાઇ ડુ એસોસીએશન દ્વારા નેપાળના કાઠમાંડુમાં તાજેતરમાં ઇન્ટરનેશનલ વાડોકાઇ કરાટે ચેમ્પીયન શીપનું આયોજન કર્યુ હતુ.જેમાં વિવિધ દેશોના 220 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં સુરેન્દ્રનગરના 2 વિદ્યાર્થીઓએ ભાગ લઇ ઉતકૃષ્ટ પ્રદર્શન કરતા બે ગોલ્ડ મેડલ કાતાસ્પર્ધામાં અને કુમીતેમાં એક ગોલ્ડ અને એક સીલ્વર મેડલ મેળવ્યો હતો. ઓલ ઈન્ડિયા વાડો કાઈ કરાટે ડુ એસોસિયેશન દ્વારા 18મી ઇન્ટરનેશનલ વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપનું નેપાળના કાઠમાંડુ ખાતે આયોજન કરાયું હતું.

જેમાં ભારત, નેપાળ, બાગંલાદેશ, શ્રીલંકા, ભૂતાન, ઈન્ડોનેશીયા તેમજ અલગ-અલગ દેશમાંથી 220 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગરના 2 વિદ્યાર્થીઓએ કોચ દિપકભાઇ ચૌહાણના માર્ગદર્શનમાં ભાગ લીધો હતો.તેઓએ કાતા અને કુમીતે પ્રકારની રમતમાં ભાગ લઇ ઉતકૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં દર્શન સ્કુલના ગોલાણી અક્ષીત કાતા ગોલ્ડ મેડલ , કુમીતે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.જ્યારે દયામયમાતા સ્કુલના વિદ્યાર્થી પરમાર દિવ્યરાજસિંહ કુમીતમાં ગોલ્ડ મેડલ કાતા સીલ્વર મેડલ મેળવ્યો હતો. આમ વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શાળાનું, માતાપિતાનું, જીલ્લાનું નામ રોશન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...