નિર્ણય:સુરેન્દ્રનગરને જોડતી 2 વિશેષ ટ્રેન આજથી શરૂ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાલાવાડના મુસાફરો માટે રાહતના સમાચાર

કોરોના કાળ દરમિયાન મુસાફરો ઓછા હોવાના કારણે ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંદર-રાજકોટ વચ્ચે ટ્રેનો રદ કરાઇ હતી. જે હવે ફરીથી શરૂ કરવા રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. આથી 12 જૂનથી 2 વિશેષ ટ્રેન દોડતી થશે. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો સંક્રમીત થતા વધુ સંક્રમણ ન ફેલાય તથા મુસાફરોની ઓછી માંગના કારણે અમુક ટ્રેનોની ટ્રીપ રદકરાઇ હતી. જેમાં ભાવનગર-સુરેન્દ્રનગર અને પોરબંધદ - રાજકોટ વચ્ચેની ટ્રેન પણ રદ કરાઇ હતી.પરંતુ હાલ કોરોના સંક્રમણ ઓછુ થતા લોકજીવન ધીમેધેમીમે પુર્વવત થઇ રહ્યુ છે ત્યારે રેલ્વે એ પણ રદ કરેલી ટ્રેન ફરી દોડાવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે વરીમંડલ વાણીજ્ય પ્રબંધક ભાવનગરપરાના માશુક અહમદની યાદીમાં જણાવ્યા મુંજબ ભાવનગર-સુરેન્દ્રનગર લોકલ ટ્રેન દૈનિક ભાવનગર ટર્મિનશથી 5 કલાકે ઉપડશે અને દરરોજ 9 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે જ્યારે સુરેન્દ્રનગરથી સવારે 9:40 કલાકે ઉપડશે અને દરરોજ 13:30 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

જ્યારે રાજકોટ - પોરબંદર દૈનિક સ્પેશ્યલ ટ્રેન રોજ સવારે 7 કલાકે રાજકોટથી ઉપડશે અને તે જ દિવસે 11:35 કલાકે પોરબંદર પહોંચશે જ્યારે પોરબંદરથી દરરોજ 14:30 કલાકે ઉપડશે અને તેજ દિવસે 18:40 કલાકે રાજકોટ આવશે આ ટ્રેન આગામી 12મી જુન 2021 સુધી આગળની સુચના સુધી ચાલુ રહેશે. આ ટ્રેનની વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જોઇ શકાશે.

અન્ય સમાચારો પણ છે...