તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:થાનમાંથી હાથ બનાવટની પિસ્ટલ સાથે 2 શખસ ઝડપાયા

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
થાનગઢમાંથી એલસીબી ટીમે 2 શખસને ગેરકાયદે હથિયાર સાથે ઝબ્બે કર્યા હતા. - Divya Bhaskar
થાનગઢમાંથી એલસીબી ટીમે 2 શખસને ગેરકાયદે હથિયાર સાથે ઝબ્બે કર્યા હતા.
  • બંનેએ હળવદના સારંભડાના શખસ પાસેથી હથિયાર લીધાં હતાં, LCB સુરેન્દ્રનગરે ઝડપી થાન પોલીસમાં ગુનો નોંધાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખનાર અને વેચનાર સામે કાર્યવાહીની સૂચનાથી એલસીબીની અલગ અલગ ટીમોએ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન બાતમીના આધારી થાનમાંથી 2 શખસને હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝબ્બે કરી લીધા હતા. અને થાન પોલી સ્ટેશનમાં હથિયાર ધારા અંગે ગુનો નોંધાવાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર બનતા ફાયરિંગના બનાવો અટકાવવા અને ગેરકાયદેસર હથીયારો રાખનાર અને વેચાણ કરનારને લોકોને શોધીકાઢવા કાર્યવાહીની સૂચના આપી હતી. આથી એલસીબી પોલીસની જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં થાનગઢ ટાઉનમાં કોમ્બિંગ દરમિયાન પ્રગતિ સિરામિક ઓરડીમાં દરોડો કર્યો હતો. જેમાં બે શખસ ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયા હતા. તેમની પૂછપરછ કરતા તે સોનગઢ થાનના પ્રવિણભાઇ ઉર્ફે પિન્ટુ હકાભાઇ કટેસિયા (ઉં.24) હોવાનું અને પોતે આ લોખંડની દેશી બનાવટની પિસ્ટલ હળવદના વઢવાણાના સંજય ધીરુભાઇ દૂધરેજિયાએ હળવદના સારંભડાના રાજુભાઇ હેમુભાઇ સીસા પાસેથી પાંચ મહિના પહેલા રૂ.28 હજારમાં અપાવ્યું હોવાનું જણાવ્યું હતું.

આથી એલસીબી ટીમે હાથ બનાવટની પિસ્ટલ સાથે બંનેને ઝબ્બે કરી થાન પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા અંગે ગુનો નોંધાવ્યો હતો. આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, જુવાનસિંહ, નિકુલસિંહ સહિત એલસીબી સુરેન્દ્રનગર ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...