સુરેન્દ્રનગર એસઓજી પોલીસ ટીમને વઢવાણના ખારવા ગામે ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થો અંગે બાતમી મળી હતી. આથી ટીમે દરોડો કરતા વિસ્ફોટકો સાથે 2 શખ્સોને ઝબ્બે કર્યા હતા. તમામ મુદામાલ જપ્ત કરી વઢવાણ પોલીસ સ્ટેશને આરોપીઓ સામે એક્સપ્લોઝીવ એક્ટ મુંજબ ગુનો નોંધાવાયો હતો.
જિલ્લા પોલીસ વડા હરેશભાઇ દુધાતે સુચના આપી હતી.જેને લઇ એસઓજી પીઆઇ વી.વી.ત્રિવેદીના માર્ગદર્શનમાં અલગ અલગ ટીમો બનાવી એક્શન પ્લાન સાથે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. એએસઆઇ દાજીરાજસિંહ રાઠોડ, જગદીશભાઇ સભાડ સહિત ટીમ વડવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા.
તે દરમિયાન ગેરકાયદેસર વિસ્ફોટકોઅંગે બાતમી મળી હતી. આથી વઢવાણ તાલુકાના ખારવા ગોમટા ગામ જતા મગનભાઇ પટેલીની વાડીએ તપાસ હાથ ધરી હતી. જ્યાં કુવો ખોદવાનું કામ ચાલતુ હતુ ત્યાં વિસ્ફોટકો જણાતા તપાસમાં ગેરકાયદેસર હોવાનુ ખુલ્યુ હતુ.
આથી મૂળ રાજસ્થાનના રાજસમંદના ભીમતાલુકાના ડુ઼ગરખેડા ગામના અને હાલ ખારવા ગામે રહેતા રામસિંહ ઉર્ફે ભવરસિંહ ચૌહાણને ઝડપી પડાયા હતા. તેમની પાસેથી જીલેટીનના ટોટા, ડેટોનેટર, ડાયનામો, વાયર, સહિત રૂ.45નો મુદામાલ જપ્ત કરાયો હતો. પુછપરછ કરતા આ વિષ્ફોટકો બોટાદના રેવાનગરના ચેતનભાઇ ડાયાભાઇ રાવલે આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ.
આ વિષ્ફોટકોથી કુવો ખોદવાનું કામ કરતા હોવાનુ જણાવ્યુ હતુ.આથી બંન્ને સામે વઢવાણ પોલીસ સ્ટેશને એક્સપ્લોઝિવએક્ટ મુંજબ ગુનો એસઓજીના હેડકોન્સટેબલ હરદેવસિંહે નોંધાવતા વધુ તપાસ વઢવાણ પોલીસ સ્ટેશનના એએસઆઇ માલાભાઇ ગમારા ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.