ક્રાઈમ:સુરેન્દ્રનગરમાં જુગાર રમતા 2 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદાર એચ.કે.સોલંકી સહિતનાઓએ જુગારની બાતમીને આધારે પતરાવાળી ચોક પાસે દરોડો કરી વરલી મટકાનો જુગાર રમતા દૂધરેજના વણકરવાસમાં રહેતા 64 વર્ષીય દલાભાઇ માલાભાઇ લકુમને રોકડા રૂપિયા 350 સાથે ઝડપી લીધો હતો. આ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે. જયારે સર્વેલન્સ ટીમના મહાવીરસિંહ બારડ, મુકેશભાઇ ઉત્તેળીયા સહિતનાઓએ પતરાવાળી હોટલ પાસે વોરાના ડેલા સામે રહેતો મીતેશ રજનીકાંતભાઇ જોષી રૂપિયા 330 સાથે વરલી મટકાનો જુગાર રમાડતો ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...