કોરોના ઇફેક્ટ:જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ, કુલ આંક 34 : 2 દર્દીને રજા અપાઇ, અત્યાર સુધીમાં 16 કોરોનામુક્ત અને 18 સારવાર હેઠળ

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં જેમ જેમ તંત્ર દર્દીઓને કોરોનામુક્ત બનાવી રહ્યુ છે તેમ તેમ બીજા પોઝિટીવ કેસ આવી રહ્યા છે. તા. 29 મે સુધીમાં 14 લોકોને સાજા કરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરંતુ તા. 30મેના રોજ લીંબડી તેમજ લખતર પંથકના ગામડામાંથી વધુ બે કેસ પોઝિટીવ આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 34 પહોંચી ગયો હતો. જ્યારે આ દિવસે મૂળી તાલુકાના ઉમરડા ગામના દંપતીને રજા આવવામાં આવતા હાલમાં જિલ્લામાં 16 લોકો કોરોનામુકત બન્યા હતા અને હજુ 18 લોકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે.
લીંબડી: અમદાવાદના કૃષ્ણનગર, નવા નરોડા રહેતા 26 વર્ષીય ભગીરથસિંહ અજીતસિંહ ઝાલા તા.26 મેના રોજ માતા-પિતા અને ભાઈ સાથે ખાંડીયા આવ્યા હતા. તા. 27 મેના રોજ તેમની તબિયત લથડી હતી. તેઓ લીંબડી સિવિલ હોસ્પિટલે સારવાર માટે ગયા પરંતુ બે દિવસ થવા છતાં તબિયતમાં સુધારો આવ્યો નહોતો. શરદી, તાવ સહિતના લક્ષણો દેખાતાં તાલુકા હેલ્થ અધિકારી ડૉ.બી.એમ.વાજા અને આરોગ્ય ટીમે તેમને ગાંધી હોસ્પિટલમાં ખસેડયા હતા. તા.30 મેના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું. ખાંડીયા ગામને બફર ઝોન જાહેર કર્યાં હતા.

લખતર:  લખતર તાલુકાનાં ઢાંકી ગામે 30 વર્ષના સંજયભાઈ દલપતભાઈ સોલંકી તા.26-5-20ના રોજ બાપુનગરથી અમદાવાદ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. અને ત્યારબાદ  તા. 30મેના રોજ સંજયભાઈ સોલંકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને હાલ ગાંધી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે તેની સાથે રહેતાં તેના પરિવારનાં ત્રણ સભ્યોને લખતર આરોગ્ય તંત્ર દ્વારા ઢાંકી ગામે કવોરંટાઈન કરી દીધા છે. 

અન્ય સમાચારો પણ છે...