તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંજાનું વ્યસન કરવા 2 સગીર ચોરીના રવાડે ચઢ્યા : 54, 700નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરેન્દ્રનગરના 2 મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
  • કેમ્પ સ્ટેશન પાસે 12 અને 16 વર્ષના સગીર નવા કપડા, બુટ પહેરી ફરતા હોવાની વિગતો મળતા ડી સ્ટાફની ટીમે તપાસ કરી તો બંને ચોર નીકળ્યા

સુરેન્દ્રનગર શહેરમાં થોડા દિવસો પહેલા ધોળા દિવસે ઘરફોડ ચોરીના બે બનાવ બન્યા હતા. આ બનાવની તપાસ દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકની ટીમે બે સગીરોને લાવી પૂછપરછ કરતા તેઓએ ગાંજાના વ્યસનને પોષવા ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે બન્નેની રૂપિયા 54,700ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.સુરેન્દ્રનગરની વાઘેશ્વરી સોસાયટી અને રામ સોસાયટીમાં થોડા દિવસો પહેલા ધોળા દિવસે ચોરીનો બનાવ બન્યો હતો. ધોળા દિવસે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એ ડીવીઝન પીઆઇ એન.એસ.ચૌહાણે ડી સ્ટાફની ટીમે કામે લગાડી હતી.

જેમાં ડી સ્ટાફના ધનરાજસિંહ વાઘેલા અને વિજયસિંહ પરમારને કેમ્પ સ્ટેશન પાસે રહેતા 12 વર્ષ અને 16 વર્ષના બે સગીર પાસે થોડા સમયથી પૈસા વધુ હોવાના અને બન્ને નવા કપડા, બુટ પહેરી એન્ટ્રી મારતા હોવાની વિગતો મળી હતી. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકો પાસે વધુ પૈસા હોવાની બાબતનો શક પડતા પોલીસે બન્ને બાળકોને બોલાવી પૂછપરછ કરતા બન્ને ભાંગી પડયા હતા. અને બન્નેને ગાંજાનું વ્યસન હોવાથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી.

બન્ને બાળકો દિવસે ગામના છેવાડાના વિસ્તારોમાં નીકળતા અને બંધ ઘર જોઇ તેમાં ચોરી કરતા હતા. પોલીસે બન્નેને ઘરેણા અને રોકડા સહિત રૂપિયા 54,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે, ઝાલાવાડમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટના બનવા પામી છે. પોલીસ પણ પેટ્રોલીંગ કરી રીઢા તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી રહી છે. ત્યારે બંધ મકાન તસ્કરોના નિશાના પર હોવાનું દેખાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...