તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્મ્સ એક્ટ:સુરેન્દ્રનગરથી તમંચો અને મજરલોડ બંદુક સાથે 2 ઝબ્બે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરની એસઓજીટીમે બાતમીના આધારે બે શખ્સોને તમંચો અને મજરલોડ બંદુક સાથે ઝડપી લીધા હતા. આ બંન્ને પાસેથી તમંચો, બંદુક કિંમત રૂ.15000 જપ્ત કરી નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આર્મસ એક્ટ મુંજબ ગુનો નોંધાવાયો હતો.

જિલ્લામાં એસઓજી ટીમે પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ .નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર હથીયાર અંગે બાતમી મળી હતી. આથી ચોટીલાના દેવપરા ગામના મગનભાઇ વાલજીભાઇ શાકળીયાને એક દેશી હાથબનાવટની મજરલોડ બંદુક કિંમત રૂ.10,000 તથા દેવપરાના જ છનાભાઇ વાલજીભાઇ શાકળીયાને દેશીહાથ બનાવટનો તમંચો કિંમત રૂ.5000 સાથે ઝડપીપાડ્યો હતો.આ બંન્ને હથીયારોન કિંમત કુલ રૂ.15000 જપ્ત કરી બંને ઝડપાયેલા શખ્સો સામે નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આર્મસએક્ટ મુંજબ ગુનો નોંધાયો હતો.આ કાર્યવાહીમાં પીઆઇ બી.એમ.રાણા, એએસઆઇ મગનલાલ રાઠોડ સહિત એસઓજી સ્ટાફના જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...