તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:સુરેન્દ્રનગરના આદરણીયા, ધ્રાંગધ્રામાંથી 37 હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતાં 7 ઝડપાયા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઝીંઝુવાડા પોલીસે 20 હજાર, ધ્રાંગધ્રા પોલીસે 17 હજારની મતા ઝડપી

ઝીંઝુવાડા પીએસઆઇ સહિતની પોલીસ ટીમે બાતમીના આધારે આદરીયાણા ગામે દરોડો કર્યો હતો. જ્યાં આદરીયાણા હાઇસ્કુલની પાછળ ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી તેમની પાસેથી રોકડ અને મોબાઇલ મળી 20720ના મુદામાલ સાથે ઝબ્બે કર્યો હતો.

ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાની આગેવાનીમાં ઝીંઝુવાડા પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે આદરીયાણા ગામે દરોડો કર્યો હતો. જ્યાં હાઇસ્કુલ પાછળની ખુલ્લી જગ્યામાં રાત્રીના અંધારામાં ટોર્ચ લાઇટના પ્રકાશમાં ઘોડી-પાસા તથા પ્લાસ્ટિકના અલગ-અલગ ચિત્રો દોરી પાથરણા ઉપર પૈસાની હાર-જીતનો જુગાર રમતા અજુભા દિલીપભાઇ ઝાલા રહે ઝીંઝુવાડા અને સિધ્ધરાજસિંહ રામભા ઝાલા રહે-ઝીંઝુવાડાને ઝડપી પાડ્યા હતા. જ્યારે તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કરી તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઇ વી.પી.મલ્હોત્રા ચલાવી રહ્યાં છે.

ફુલગલી વિસ્તારમાં દરોડાથી નાસભાગ

ધ્રાંગધ્રા શહેરની ફુલગલી વિસ્તારમાં જુગાર રમતા રફીક અબ્દુલભાઇ ઘાંચી, ચેતન જયંતીભાઇ ઠક્કર, અલાઉદીન અસ્લમભાઇ જેસડીયા, અલ્તાફ યુનીસભાઇ સીપાઇ, અનવર સુલેમાનભાઇ ઘાંચીને પોલીસે ઝડપ્યા હતા. જ્યારે તેમની પાસેથી 12 હજાર રોકડ અને જુગાર રમવાનુ સાહિત્ય સહિત જપ્ત કરાયુ હતુ. આ પાંચેય શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાએ જુગારધારા અંગે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પી.આઇ બી.એમ.દેસાઇ સહિત પોલીસ ટીમ જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો