તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુદામડામાંથી ખનીજ વહન કરતાં 2 હિટાચી અને 7 ડમ્પર ઝડપાયાં

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લીંબડી DySP ટીમે 2 કરોડથી વધુનો મુદ્દામાલ પકડ્યો
 • બ્લેક ટ્રેપ સાથે પકડાયેલા વાહનોના માલિકા સામે ગુનો

સાયલા પંથકમાં મળી આવતા બ્લેક ટ્રેપ ખનીજની રાજય અને રાજય બહાર પણ ભારે માંગ છે. ત્યારે સુદામડામા બ્લેક ટ્રેપનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન થતુ હોવાની રાવને ધ્યાને લઇ લીંબડી ડીવાયએસીપીની ટીમે શુક્રવારે સવારે દરોડો કર્યો હતો. જેમાં બે હિટાચી મશીન અને 7 ડમ્પરો સહિત રૂપિયા 2.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

લીંબડી ડીવાયએસપીની ટીમે સાયલા તાલુકાના સુદામડામાં બ્લેક ટ્રેપનું ખનન કરતા બે હિટાચી મશીન જપ્ત કર્યા હતા. આ મશીનોના માલીક જશાપરના પુનાભાઇ જોગરાણા અને કેહુભાઇ જોગરાણા, વાંટાવચ્છના જીલુભાઇ નાજભાઇ ખવડ હોવાનું બહાર આવ્યુ છે. આ ઉપરાંત ખનીજનું વહન કરતા 7 ડમ્પરો પણ પકડી પડાયા હતા. જેના માલીક થોરીયાળીના કામાભાઇ સંગ્રામભાઇ મોરી, સડીયાળીના કરશનભાઇ ભીખાભાઇ ચૌહાણ, થોરીયાળીના રામશીભાઇ સંગ્રામભાઇ રબારી, ગભરૂભાઇ મોરી, સુદામડાના પ્રભુભાઇ લવજીભાઇ ગાબુ, થોરીયાળીના ગભરૂભાઇ મોરી, પ્રભુભાઇ લવજીભાઇ ગાબુ હોવાનું બહાર આવ્યુ છે. હાલ લીંબડી ડીવાયએસપીની ટીમે ઝડપેલ 2 હિટાચી મશીન અને 7 ડમ્પર કિંમત રૂપિયા 2.15 કરોડનો મુદ્દામાલ સાયલા પોલીસના હવાલે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો