હવામાન:સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેત પેદાશના રક્ષણ માટે કાળજી લેવા સૂચના

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 18 અને 19 નવેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પરિણામે જિલ્લા ખેતીવાડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને ઉભા પાક તેમજ ઉત્પાદીત ખેત પેદાશના રક્ષણ માટે જરૂરી કાળજી લેવા જણાવાયુ હતુ. જેમાં ખેડૂતોએ પોતાનો ઉત્પાદીત થયેલા પાક એટલે કે ખેત પેદાશ અને ઘાસચારો સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો કે તાડપત્રી ઢાંકીને રાખવી, એપીએમસી, ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જવાતી ખેત પેદાશો ઢાંકીને લઇ જવી.

આ ઉપરાંત શક્ય હોય તો હવામાન ખાતાની આગાહી હોય તેવા સમય દરમિયાન ખેત પેદાશ વેચવાનું ટાળવું, બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી, ફળો, મરીમસાલા વગેરેની સલામતી માટે પણ કાળજી લેવી. તેમજ શિયાળુ ઉભા ખેત પાકોમાં શક્ય હોય તો પિયત ટાળવુ અને કમોસમી વરસાદ થાય તો જરૂરી પાક સંરક્ષણના પગલા લેવા. ખેતી ઇનપુટ જેવા કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે રાખવા તેમ સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...