કાર્યવાહી:સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચેકિંગમાં 2 કરોડનો મુદ્દામાલ પકડાયો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાનાં જુદા જુદા માર્ગો પર ખનીજતંત્ર દ્વારા ચેકિંગ કરાતા 9 જેટલા વાહનો  સીઝ કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લાનાં જુદા જુદા માર્ગો પર ખનીજતંત્ર દ્વારા ચેકિંગ કરાતા 9 જેટલા વાહનો સીઝ કરવામાં આવ્યા હતા.
  • મૂળી-સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી -સાયલા હાઇ-વે પરથી 9 વાહન મળ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે થતા ખનીજ ખનનને પકડવા માટે તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મૂળી-સુરેન્દ્રનગર, વઢવાણ તેમજ લીંબડી સાયલા હાઇવે પરથી 9 વાહનો સાથે રૂ. 2 કરોડનો મુદામાલ સીઝ કરાતા ખનીજચોરી અને વહન કરતા તત્વોમ‍ાં ફફડાટ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર ખાણ ખનીજના અધિકારી વિપુલ સોલંકીની સૂચનાથી તપાસ ટીમ સંજયસિંહ મસાણી, સાહિલભાઈ પટેલ તથા નૈતિકભાઈ કણજારિયા દ્વારા બુધવાર નાઈટ તેમજ ગુરૂવાર સવારે આકસ્મિક ચેકીંગ કરતા ખનીજચોરોમાં દોડધામ મચી હતી. અને મૂળી-સુરેન્દ્રનગર રોડ ખાતે ગેરકાયદેસર રીતે બ્લેકટ્રેપ વહન કરતા 5 ડમ્પર પકડી પાડી જેને સીઝ કરી જોરાવરનગર પોલીસ સ્ટેશન હવાલે કરાયા હતા.

તેમજ વધુમાં 1 બ્લેકટ્રેપ ખનીજ ઓવરલોડ વહન અંગે વઢવાણ પાસે પસાર થતું પકડી વઢવાણ પોલીસ સ્ટેશન કબ્જો સોંપચામાં આવ્યો હતો. આ ઉપરાંત ગુરૂવારની વહેલી સવારે સાયલા-લીંબડી હાઇવે ખાતે તપાસ સમયે 3 ટ્રકો બ્લેકટ્રેપ ગેરકાયદેસર રીતે વહન અંગે પકડી લીંબડી પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલા હતા. આમ કુલ અલગ અલગ વિસ્તારમાંથી 9 વાહનો પકડી સીઝ કરીને અંદાજે કુલ રૂ. 2 કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેની આગળની કાર્યવાહી ખનીજ કચેરી કરવામાં આવતા ભૂમાફિય‍ાઓમ‍ાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...