તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:ચોટીલામાં સવા 2 કરોડનું કોમ્પ્લેક્સ વેચાયું નહિ ’ને બાકીદારોએ દાગીનાના રૂપિયા ના આપતા બર્થડેના 1 દિવસ પહેલાં સોની વેપારીએ ફાંસો ખાઇ લીધો

સુરેન્દ્રનગર/ચોટીલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: વનમાળીદાસ લાલજીભાઇ. - Divya Bhaskar
તસવીર: વનમાળીદાસ લાલજીભાઇ.
 • આણંદપુર રોડ પર દુકાન ધરાવતાં વેપારી બુધવારે રાત્રે જમ્યા બાદ સુવા ગયા હતાં, સવારે પૂજા રૂમમાંથી લાશ મળી

ચોટીલાના ભાણેજ અને 15 વર્ષથી આણંદપુર રોડ ઉપર વનમાળીદાસ લાલજીભાઇ નામની સોના-ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતાં હસુભાઇ વનમાળીદાસ સોનીને પોતાના ઘરે આવેલા માતાજીના મઢમાં હુક સાથે ચાદર બાંધીને ફાંસો ખાઇ લેતાં ચકચાર મચી છે.શાસ્ત્રીનગરમાં રહેતા 67 વર્ષીય હસુભાઇ બુધવારની રાત્રે પરિવાર સાથે જમી લીધા બાદ રાત્રે 11.30 વાગે સુવા માટે રૂમમાં ગયા હતા.

જ્યારે સવારે તેમનો નાનો દિકરો હિતેશ માતાજીના દર્શન મઢમાં ગયો ત્યારે પિતાની લાશ લટકતી જોઇ ડઘાઇ ગયો હતો. હસુભાઇના ખીસ્સાેમાંથી એક ચીઠ્ઠી મળી હતી. જેમાં લાંબી યાદીમાં ગ્રાહકો પાસેથી રૂ.24.35 લાખ લેવાના હોવાનું જણાવ્યુ છે. કેટલાક ગ્રાહકોએ તો છ - છ વર્ષ સુધી પૈસા આપ્યા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.

31 ડિસેમ્બરે જન્મ દિવસ હતો અને 30 તારીખે આત્મહત્યા કરી લેતા પરિવાર પર આભ ફાટયુ હતુ.નોંધીનય છે કે, વેપારી પાસેથી સોનું લઇ ગયા લોકોએ બાદ 6-6 વર્ષ સુધી પૈસા પરત ન કર્યા હતાં. 3 વર્ષ અગાઉ આણંદપુર રોડ પર બનાવેલું 2.25 કરોડનું કોમ્પલેક્સ પણ ન વેંચાતા આર્થિક ભીંસ વધી હતી.બીજી તરફ સુરેન્દ્રનગરમાં 14 ડિસેમ્બરે પૈસા મુદ્દે આપઘાતનો પ્રયાસ કરનારા કલ્પેશ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં મૃતક અને તેના 2 પુત્રોનું નામ હોવાનું જાણવા મળ્યું છે.

આણંદપુર રોડ પર જર્વેલર્સે કોમ્પલેક્ષ બનાવ્યુ હતુ.જેની દુકાનો વેચાઇ નથી.
આણંદપુર રોડ પર જર્વેલર્સે કોમ્પલેક્ષ બનાવ્યુ હતુ.જેની દુકાનો વેચાઇ નથી.

સ્યુસાઇડ નોટ : ‘પૈસા આપી દે તેના ઉપર કાયદેસર કાર્યવાહી ન કરતા ’
ચી.હિતેશ... શાંતીથી બધો વહીવટ મા મેલડી ખંભલાવ પાર પાડશે.દરેક ગ્રાહકનો જે બાકી વહીવટ હોય તે કમલેશના વહીવટ માંથી કે ઘરના વહીવટમાંથી પાર પાડી દેશો.ઉઘરાણીના બધાયના નામ પોલીસમાં આપી દેશો. પટેલબેન પીએસઆઇ તારી બેન જેવા છે. ઉઘરાણીના રૂપીયા બેન અપાવી દેશે.પૈસા આપી દે તેના ઉપર કાર્યવાહી ન કરશો. મને યાદ આવ્યા એટલા નામ લખ્યા છે. 75 ટકા નામ ખાતામાં છે.

આ વર્ષ વ્યાજની 12થી વધુ ફરિયાદો દાખલ
પોલીસના એક કાર્યક્રમમાં વ્યાજના વિષચક્રની 20 જેટલી અરજી આવી હતી. જેમાં 12થી વધુ ગુના દાખલ કરાયા છે. વર્ષ દરમિયાન 5થી વધુએ આત્મહત્યાની કોશીષ કરી છે. જયારે મોતનો જિલ્લામાં પ્રથમ બનાવ છે.

પિતાએ કોઇના દબાણથી પગલું ભર્યાની શંકા છે
મૃતકનો પુત્ર પીન્ટુ એ જણાવ્યુ કે, મારા પિતાએ કોની પાસેથી કેટલા રૂપીયા લીધા હશે તે તો તેમના ચોપડા જોઇએ ત્યારે ખબર પડશે. પરંતુ તેમને પૈસાની બાબતે કોઇનું પ્રેશર હોય અને તેના માટે થઇને તેમણે આ પગલુ ભર્યુ હોવાની મને શંકા છે.

આપઘાત કરનાર વેપારીના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં બાકીદારોના નામનો ઉલ્લેખ

 • 30,000 ગેલભાઇ તથા તેમના હસ્તક પીયાવા
 • 1,15,000 ચંદુ નાજા જમોડ, 6 વર્ષ, પીયાવા
 • 95,000 ચંદુ નાજા જમોડના વેવાઇ, પરબડી, 6 વર્ષ
 • 45,000 રાણાભાઇ બાવળીયા, પીયાવા, 2 વર્ષ
 • 45,000 હરેશભાઇ બોઘાભાઇ જોગરાજીયા,પીયાવા, 2 વર્ષ
 • 5,500 કડછાભાઇ જોગરાજીયા, પીયાવા, 2 વર્ષ
 • 5,500 મગન જેરામ બાવળીયા, પીયાવા
 • 15,000 ધીરૂભાઇ કંદોઇ, પીયાવા
 • 5,000 ચોથાભાઇ (ધીરૂભાઇના ભાઇ) સાબળીયા
 • 5,000 ધીરૂભા જોમેડ, પીયાવા
 • 15,000 ગાંડા સરપંચનો છોકરો, પીયાવા
 • 13,000 બાડીયો હસ્તક મંગળાભાઇ
 • 6,000 મંગળાભાઇ જોગરાજીયા, પીયાવા
 • 15,000 ભગવાનદાસ મારાજ, પીયાવા
 • 15,000 વિનુભાઇ જોગરાજીયા, રોડ ઉપર પીયાવા શેરડીના ચીચોડા
 • 30,000 લાખાભાઇ જોગરાજીયા, પીયાવા
 • 55,000 ધીરૂભાઇ, પોપટલાલના ભાઇ
 • 35,000 નસાભાઇ, સરપંચ પીયાવા
 • 3,00,000 ધીરૂ જાડા, સણોસરા, 2 વર્ષ
 • 30,000 ભુરાભાઇ, સણોસરા
 • 55,000 હરેશભાઇ પોપટ, સણોસરા (કોન્ટ્રાકટર) હસ્તક જીવણભાઇ પાળીયાદ
 • 5,500 હરેશભાઇના કાકા સણોસરા
 • 7,000 ગોવિંદ સુપા, સણોસરા
 • 11,000 સણોસરા
 • 7,000 બટુક વિઠ્ઠલ, સણોસરા
 • 70,000 કુરજી સરપંચ (માજી), તાજપર
 • 1,40,000 આલભાઇ (ઠુઠા), પાંચ વર્ષ, તાજપર
 • 45,000 દિનેશભાઇ (તાજપર), હાલ માલીયાસણ વાળી
 • 11,500 દિનેશભાઇ આણંદપર (જેસીબી ટ્રેકટરવાળા)
 • 11,000 કરશનભાઇ ભુવા, મહીદડ
 • 30,000 કાળુભાઇ, મહીદડ
 • 55,000 ખેરાણા (ભેસુવાળ) નામ ખાતામાં છે.
 • 11,000 ખેરાણા નામ ખાતામાં છે.
 • 20,000 ધીરૂભાઇ, ખેરાણા
 • 35,000 રામભાઇ રબારી, થોરીયાળી, 7 વર્ષ, સોખડા
 • 45,000 મેરૂભાઇ રબારી, કુંવરબાના છોકરા, સોખડા, સરપંચ હસ્તક
 • 20,000 જેમભાઇ રબારી, કુંવરબાના છોકરા, સોખડા, સરપંચ હસ્તક
 • 45,000 લક્કીના, સોખડા, નામ ખાતામાં છે
 • 25,000 કેશાભાઇ, સોખડા, 7 વર્ષ
 • 1,10,000 માસ્તર હસ્તક રબારી, સુદામડા
 • 20,000 માસ્તર હસ્તક સુદામડા
 • 40,000 રસીક પાંચવડા (આ સીવાય નામ ખાતામાં છે.)
 • 35,000 વીરા સામત (પાંચવડા)
 • 3,00,000 દિનેશ લાખચોકીયાવાળા, ચામુંડા નાળીયેર પ્રસાદની દુકાન (રઘુભાઇની દુકાનમાં)
 • 35,000 હરીભાઇ ભરવાડ (મુના)
 • 13,000 જયંતી ગડો ચામુંડે
 • 52,000 નયનભાઇ ભાણો, થાન (થાન દુકાનના)
 • 2,00,000 વસ્ભા દરબાર, થાન, ગાર્ડમાંથી નિવૃત થયા વહતુભાઈ
 • 30,000 ખોડાભાઇ લાખણકા, ધારાસભ્યના ભાઇ, હસ્તક જેસભાઇ, પીયાવા
 • 30,000 જગાભાઇ રબારી, હીરાસર
 • 40,000 પોપટલાલના વેવાઇ, હીરાસર
 • 13,000 હીરાસર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો