વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ખાસ કરીને વઢવાણ વિધાનસભા માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચર્ચાના ચકડોળે ચડેલી છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવવાના છેલ્લા દિવસે કૉંગ્રેસનાં બે મોટાં માથાંએ અપક્ષ ઉમેદવારી પાછી ખેંચતાં વધુ એક ધડાકો થયો છે. બંનેએ શા માટે ફોર્મ પાછાં ખેંચ્યાં, તે અંગે અનેક અટકળો વહેતી થઈ છે. વઢવાણ વિધાનસભામાં ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. આવા સમયે ગત ચૂંટણીમાં કૉંગ્રેસમાંથી લડી ચૂકેલા અને પટેલ સમાજના આગેવાન તથા અન્ય સમાજ સાથે સારો ઘરોબો ધરાવતા મોહનભાઈ પટેલને આ વખતે અનુસંધાન પાના નં. 3
કોંગ્રેસે ટિકિટ ન આપતાં અપક્ષ ઊભા હતા, હોઠે... સમાજના કહેવાથી ફોર્મ ભર્યું, સમાજના કહેવાથી પાછું ખેંચ્યું
વઢવાણમાં અમારા સમાજના ઘણા મત છે. અને આથી જ સમાજના કહેવાથી મેં અપક્ષ ઉમેદવારી કરી હતી પરંતુ બાદમાં સમાજના લોકોએ કહ્યું કે આપણે ચૂંટણી નથી લડવી. ફોર્મ પાછું ખેંચી લો... એટલે સમાજની લાગણીને માન આપીને મેં ફોર્મ પાછું ખેંચી લીધું છે. બાકી બીજું કોઈ કારણ નથી.’ - સોમાભાઈ પટેલ
હોઠે... શુભેચ્છકોએ અપક્ષ ઉમેદવારી ન કરવાની સલાહ આપી હતી...
મારા સમાજના લોકોની સાથે અન્ય જ્ઞાતિના પણ ઘણા આગેવાનો મારી સાથે છે. અપક્ષ ઉમેદવારી ન કરવાની સલાહ મને મારા શુભેચ્છકોએ આપી હતી. આથી મેં ઉમેદવારી પાછી ખેંચી છે પરંતુ કૉંગ્રેસ અને આપ સામે મારો વિરોધ છે અને રહેશે જ. હું કોની સાથે જોડાઈશ, તેની થોડા દિવસોમાં જાહેરાત થશે.’ - મોહનભાઈ પટેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.