તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ચૂડા-2 બેઠક પર કોંગ્રેસના 2 ઉમેદવારને મેન્ડેટ અપાયું, એકે પક્ષના આદેશને શીરોમાન્ય રાખ્યો

સુરેન્દ્રનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ચૂડા-2 બેઠક બિન અનામત સામાન્ય છે. આ બેઠક પર કોંગ્રેસના ખીમજીભાઇ મીઠાપરા અને હરેશભાઇ પાટડીયા બન્નેના નામના મેન્ડેટ આવ્યા હતા. હરેશભાઇ પાટડીયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને દલીત સમાજના આગેવાન છે. જિલ્લા પંચાયતની અન્ય 4 બેઠકો પર દલીત સમાજને ટીકીટ અપાઇ હતી. આથી ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકી, લાખાભાઇ ભરવાડ, જિલ્લા પ્રમુખ રૈયાભાઇ રાઠોડે હરેશભાઇને સમજાવતા તેમને મેન્ડેટ જતુ કરી ખીમજીભાઇને લડાવવા સંમતી આપી હતી. અન્ય બેઠકો પર મેન્ડેટ માટે પડાપડી થતી હોય છે. ત્યારે ચૂડા-2 બેઠક પર હરેશભાઇ પાટડીયાએ પક્ષના આદેશને શીરોમાન્ય ગણ્યો હતો.

કોંગ્રેસ પ્રમુખે મને મેન્ડેટ ન આપ્યું
હું કોળી આગેવાન અને લીંબડી તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું. પ્રોટોકોલ મુજબ તાલુકા પંચાયત લડવા ઈચ્છુક ઉમેદવારોના મેન્ડેટ મારા હાથમાં આવવા જોઈએ. તેના બદલે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રૈયાભાઈ રાઠોડે મારું મેન્ડેટ મને આપ્યું નથી. મને ચૂંટણી લડતો રોકી કોળી સમાજ સાથે રૈયાભાઈએ વિશ્વાસઘાત કર્યો છે. રૈયાભાઈએ ભાજપ સાથે ગોઠવણ કરી હોય તેવું લાગે છે.> રણજીતભાઈ પરાલીયા, લીંબડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો