ધરપકડ:સૌજન્ય પાર્કમાં રહેણાંક મકાનમાં  શેર બજારના આંકડા પર જુગાર રમાડતા 2 ઝડપાયા

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર સીટી પોલીસ ટીમના એએસઆઇ એસ.વી.દાફડા અને પોલીસ ટીમ અરજદાર ચંદુભાઇ પટેલે પોલીસ વિભાગને ઉપરીઅધિકારીને લેખિત અરજી આપી હોવાથી જેની સીટી પોલીસમાં નોંધ કરાવી હોવાથી તેની તપાસમાં પોલીસ ટીમ હતી. તે દરમિયાન અરજદારે પોલીસ સ્ટેશને આવી સૌજન્યપાર્કમાં શેરબજારના આંકડા અંગે જુગાર રમાતો હોવાની બાતમી આપી હતી. આથી પોલીસ ટીમે કુંથુનાથ દેરાસર રોડ પર આવેલા સૌજન્ય પાર્કમાં અપુર્વ પંકજભાઇ શાહના રહેણાંક મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાં તપાસમાં શેરબજારના આંકડા કોમ્પયુટરમાં જોઇ બે શખ્સો હારજીતનો જુગાર રમતા જણાયા હતા.

આથી અપુર્વ પંકજભાઇ શાહ રહે કુંથુનાથ દેરાસર પાસે સૌજન્યપાર્ક, રૂષભ વિનયચંદ્ર શેઠ રહે.જોરાવરનગર શાળાનં.9ને ઝડપી પડાયા હતા.તેમનીપાસેથી રોકડા રૂ.10,070, 5 મોબાઇલ રૂ.16000, કોમ્પયુટર સેટ રૂ.20,000, શેરબજારના આંકડા લખેલી બુક સહિત રૂ.46,070નો મુદામાલ જપ્ત કરાયો હતો.

આ અંગેની સીટીએડિવીઝન પોલીસ મથકે પોલીસકોન્સટેબલ બળદેવભાઇ ઝાલાએ ફરીયાદ નોંધવી હતી.જ્યારે આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી હોવાથી રીપોર્ટ બાદ અટકાયત કરવામાં આવશે. મકાનની વધુ તપાસમાં વિદેશીદારૂની બોટલ મળી આવતા અપુર્વ શાહ સામે દારૂ અંગે અલગથી ફરીયાદ પણનોંધાઇ હતી. આ બનાવની વધુ તપાસ એએસઆઇ સવજીભાઇ દાફડા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...