કાર્યવાહી:દિલ્હી અને ચેન્નાઇની મેચ પર સટ્ટો રમતા 2 ઝડપાયા, અમદાવાદ અને મુંબઇના શખ્સોના નામ ખૂલ્યા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરના જૂના સરકીટ હાઉસ પાસે જાહેરમાં બે શખ્સો આઇપીએલની દિલ્હી અને ચેન્નાઇની મેચ પર સટ્ટો રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જેમાં બે મોબાઇલ અને રોકડ સહિત રૂપિયા 11550ના મુદ્દામાલ સાથે બે શખ્સો પકડાયા હતા.

શુક્રવારે રાતે દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાતી મેચમાં શહેરના જૂના સરકીટ હાઉસ પાસે બે શખ્સો સટ્ટો રમતા હોવાની બાતમી એલસીબી ટીમના અજયસિંહ ઝાલાને મળી હતી. આથી એલસીબી ટીમે દરોડો કરી દાળમીલ રોડ પર રહેતા જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રોકડા રૂપિયા 1400 અને રૂપિયા 5 હજારના મોબાઇલ સાથે પકડી લીધો હતો. જયારે તેની સાથે રહેલ જોરાવરનગરમાં રહેતો હીરેન પ્રવીણચંદ્ર શેઠ રૂપિયા 5 હજારનો મોબાઇલ અને રૂપિયા 150 સાથે પકડાયો હતો. આ બન્ને શખ્સો અમદાવાદના નારોલમાં રહેતા સનીભાઇ અને મુંબઇ રહેતા અશ્વીનભાઇ પાસેથી મોબાઇલ દ્વારા આઇડી પાસવર્ડ મેળવી સટ્ટો રમતા હોવાનું બહાર આવતા એ ડીવીઝન પોલીસ મથકે ચારેય શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ મહીપતસિંહ પરમાર ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...