લોકોમાં નાસભાગ:શહેરના મુખ્ય માર્ગ પર 2 આખલા ઝઘડતાં ચાલકોમાં નાસભાગ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકના મુખ્ય રસ્તા પર 2 આખલા લડતા લોકોમાં નાસભાગ મચી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ ચોકના મુખ્ય રસ્તા પર 2 આખલા લડતા લોકોમાં નાસભાગ મચી હતી.
  • આખલા યુદ્ધની વચ્ચે ટ્રાફિકની છત્રી માંડ માંડ બચી

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા પશુઓની દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે. ત્યારે શહેરના હેન્ડલુમ ચોક પરના મુખ્ય રસ્તા પર જ મંગળવારે બે આખલાઓ સામસામે આવી જતા પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. અને બંને આખલાઓને છૂટા પાડી દૂર કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગર શહેરમાં પશુ અડફેટે લોકોના મોત થવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. તો બીજી તરફ શહેરમાં રખડતા પશુઓની સંખ્યા વધતા અનેક માર્ગો સહિતના મુખ્ય સ્થળો પર પશુઓના અડીંગાઓ પણ હોય છે. આવા પશુઓ સામસામે આવી જતા અકસ્માતે લોકોને ઇજાગ્રસ્ત પણ બનવુ પડે છે.

ત્યારે મંગળવારે શહેરના મુખ્ય એવા હેન્ડલૂમ ચોક કે જ્યાં ચાર રસ્તાઓની ચોકડી પણ પડે છે. ત્યારે આ સ્થળે બે આખલાઓ સામસામે આવીને લડવા માંડ્યા હતા. જેના કારણે આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહનચાલકો અને દુકાનદારોમાં નાસભાગ મચી હતી. તો બીજી તરફ ચાર રસ્તાની વચ્ચોવચ્ચ આવેલી ટ્રાફિક નિયમનની છત્રી પણ આ આખલા યુદ્ધમાં માંડ માંડ બચી હતી.

યુદ્ધે ચડેલા બંને આખલાઓને છૂટા પડતા અને રસ્તા પરથી દૂર થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર પશુઓના ઝઘડવાના બનાવો અને લોકો માટે જોખમરૂપ થતા આવા રખડતા પશુઓને પકડવા માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...