તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સુરેન્દ્રનગરમાં નાણાં બાબતે 2 ભાઇઓની સોની વેપારીને ધમકી

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બંને દુકાનમાં ઘૂસી ગાળો બોલી ધમકાવતા હતા

સોમવારે સુરેન્દ્રનગર શહેરની બ્રહ્મ સોસાયટીમાં રહેતા સોની વેપારીએ બે સગા ભાઇઓ સામે નાણા બાબતે મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સુરેન્દ્રનગરની બ્રહ્મ સોસાયટીમાં રહેતા 56 વર્ષીય શૈલેષભાઇ જયંતીલાલ દીક્ષીત સોનીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. 25 જુલાઇના રોજ મોરબીના ઉતારામાં રહેતા ધર્મેન્દ્રભાઇ મહેન્દ્રભાઇ વોરા અને તેમના ભાઇ રાજેશભાઇ મહેન્દ્રભાઇ વોરાએ શૈલેષભાઇને તેમના ઘરે બોલાવ્યા હતા. જેમાં ધર્મેન્દ્રભાઇએ મકાનના બાનાખતનો દસ્તાવેજ કરી આપવા અથવા બાનાખતના રૂપિયા 25 લાખ આપવાનું કહ્યુ હતુ.

જયારે તેના ભાઇ રાજેશભાઇએ શૈલેષભાઇને આપેલા રૂપિયા 1 લાખ પરત આપવાનું કહ્યુ હતુ. આ બન્ને ભાઇ અવારનવાર શૈલેષભાઇની દુકાને ધસી જઇ પૈસાની માંગણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આથી શૈલેષભાઇએ તા. 7 ડિસમ્બરના રોજ બન્ને ભાઇઓ ધર્મેન્દ્રભાઇ અને રાજેશભાઇ સામે એ-ડિવિઝન પોલીસના બીટ જમાદાર વી.કે.જાદવ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો