ધરપકડ:ધ્રાંગધ્રાના વસાવડા, ભરાડામાંથી 2 બોગસ તબીબ ઝડપાયા

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક 5 વર્ષથી, બીજો 4 વર્ષથી લોકોની સારવાર કરી દવા આપતો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાં બોગસ ડોક્ટરોના કારણે અનેક લોકોના આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ ગંભીરતા લઇને એસઓજી ટીમે ધ્રાંગધ્રા પંથકમાં છાપો માર્યો હતો. જેમાં વસાવડા અને ભરાડામાંથી 2 બોગસ તબીબને ઝડપી પાડી એક ડોક્ટર અંદાજે 5 વર્ષ તેમજ બીજો 4 વર્ષથી લોકોની સારવાર કરી દવા આપતો હોવાનું બહાર આવ્યું હતું.

ધ્રાંગધ્રા તાલુકા પંથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમને બાતમી મળતા વસાડવા અને ભરાડામાં છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા અને પોતે ડૉક્ટરો ના હોવા છતાં કોઈપણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટિ ધરાવતા ના હોવા છતાં સામાન્ય લોકોમાં ડોક્ટર તરીકે જાહેર કરી પ્રેક્ટિસ કરતા મૂળ પશ્ચિમ બંગાળના ધાનતાલા નાડિયા જિલ્લાના અરનગાતા બીરા ગામના અને હાલ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ગામે રહેતા 41 વર્ષના સમરજીત હરીપદા ડેલેન્દ્રનાથ બિસ્વાસને દબોચી લીધા હતા.

આ બોગસ ડોક્ટર સમરજીત અંદાજે 5 વર્ષથી લોકોની સારવાર અને દવા આપતો હતો. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એસઓજી ટીમે તપાસ કરતા મૂળ પશ્ચિમ બંગાળ નાડિયા જિલ્લાના પશ્ચિમપરા ડાફોર્ટના અને હાલ ભરાડા ગામે કાનાભાઈ મુંધવાના મકાનમાં રહેતા 53 વર્ષના પરીમલ સુબલચંન્દ્ર હરાનચંદ્ર રોયને ઝડપી લીધા હતા. તે અંદાજે 4 વર્ષથી લોકોની સારવાર અને દવા આપતો હતો. એસઓજીની રેડમાં એએસઆઇ ઘનશ્યામભાઇ, મગનલાલ, યોગેન્દ્રસિંહ ચુડાસમા, પ્રવીણભાઈ, જયરાજસિંહ, સંગીતાબા, પ્રિયંકાબેન, ગોપાલભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. રેડ દરમિયાન એલોપેથી દવાઓ સાથે મળી આવતા બંને બોગસ તબીબો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...