કાર્યવાહી:થાનગઢ પુલ નીચે મૃતભ્રુણની ઘટનમાં 2ની ધરપકડ

થાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને ગર્ભપાત થતા કૌટુંબિક ભત્રીજો, તેના ગામના શખસે નાખી ગયાનું ખૂલ્યું

થાનગઢની સંજીવની સોસાયટી પાસે પુલ નીચે વોંકળામાં મૃતભૃણ મળી આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે ભૃણનું પીએમ માટે રાજકોટ મોકલ્યું હતું. જ્યારે તપાસ હાથ ધરતા ઓરીસ્સાના મહિલને ગર્ભપાત થતા તેના કૌટુંબીક ભત્રીજા અને ગામનો શખસ મળી ફેંકી ગયાનું ખુલતા પોલીસે બંન્નેની ધરપકડ કરી લીધી હતી.

આ બનાવ અંગે થાન પોલીસ મથકે મોહનભાઇ ચાવડાએ ફરિયાદ કરતાં પોલીસે ભૃણને કબજે લઇ પીએમ માટે થાન સરકારી દવાખાને અને ત્યારબાદ રાજકોટ પીએમ માટે મોકલી આપ્યું હતું. જ્યારે ભૃણ નાખી જનાર અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં 2 શખસને મૂળ જેમાં એક મહિલાનો કુટુંબીક ભત્રીજો ઓરીસ્સા રાજ્યના બાલાસરના બરમપુરના ગગનકુમારસિંગ ભાઇદરસિંગ અને ઓરીસ્સાના મયુરદ્રાસના કલિયાણાના રહીશ મંગુલીદાસ રામચંદદાસ વિકારીદાસ નાયકને બન્ને હાલ થાન અલંકાર સીરામીક બાજુમાં કંપની કોલોનીના રહીશને ઝડપી પડાયા હતા.જેમાં પૂછપરછમાં પોતે ઓરીસ્સાના રહીશ હોવાનું અને મૃતભૃણ જે મહિલાનું છે તેનો પતિ ઓરીસ્સામાં અને તેના સાથે 15 વર્ષનો દીકરો હોવાનું જણાવ્યું હતું.

ગર્ભવતી પત્ની સાથે તેમને ઝઘડો થયો હતો.આથી તારૂ છોકરું જોતું જ નથી તેમ કહી પત્નિએ ગરમ દવા પી લેતા ગર્ભસ્થ બાળકનું શરીર બહાર આવી ગયું હતું. જ્યારે છોકરું મૃત્યુ પામતા મહિલાને દવાખાને લઇ જવાઇ હતી. જ્યાં ડોક્ટરોએ મૃતભૃણ બહાર કાઢી છૂટા કરી દફનવિધિ માટે આપ્યું હતું. જ્યારે એક દિવસ રાહ જોઇ બીજા દિવસે નાખવા ગયો હતો. જે નાળા ઉપરથી નીચે ઘા કરી દીધાનું ખૂલ્યું હતું. આ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...