ધરપકડ:સુરેન્દ્રનગરમાં યુવાનની હત્યાના બનાવમાં 2 આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે ઘાતક હથિયારોથી યુવાનની હત્યા કરાઈ હતી

સુરેન્દ્રનગરમાં તા.7 જાન્યુઆરીને શનિવારની રાત્રે યુવાનની હત્યા કરાઈ હતી. જેમાં શહેરના બે પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાતા ચકચાર ફેલાઇ હતી. આ બનાવમાં ડીવાયએસપીની ટીમે 2 આરોપીને ઝડપી પાડી બી-ડિવીઝન પોલીસ મથકના હવાલે કરાતા 5 દિવસના રિમાન્ડ પર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં 5 વર્ષ અગાઉ થયેલી મારામારીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર ઘાતક હથિયારોથી હુમલો કરીને શનિવારની મધરાત્રે મહેબુબભાઇ મુલ્તાનીની હત્યાનો બનાવ બન્યો હતો.

આ ઘટના અંગે મૃતકના પુત્રએ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ બી ડિવીજન પોલીસ મથકે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ જ ઘટનામાં મૃતકના પત્ની સલમાબેન ઉર્ફે ભુરી મહેબુબભાઇ મુલતાનીએ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે 6 શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. આ હત્યાના બનાવમાં આરોપીઓને ઝડપી પાડવા માટે ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન નીચે બળવંતસિંહ, વનરાજસિંહના સ્ટાફે તેમજ બી-ડિવીઝન સ્ટાફે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં ડીવાયએસપીની ટીમે રવિન્દ્રસિંહ જોરૂભા ઝાલા અને ચેતનસિંહ જોરુભા ઝાલાને ઝડપી પાડયા હતા. ત્યારબાદ બી-ડિવીઝનને સોંપાતા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ પર વધુ તપાસ પીએસઆઈ એમ.બી. વિરજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...