સુરેન્દ્રનગર જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં જુગારના દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં ધ્રાંગધ્રા, સાયલા, સુરેન્દ્રનગર તેમજ હળવદ પંથકમાં કુલ 19 આરોપી પકડાયા અને 4 આરોપી નાસી છૂટ્યા હતા. રેડના ઘટના સ્થળેથી કુલ રૂ. 1,84,240નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામની સીમમાં ચાલતા જુગાર પર સુરેન્દ્રનગર એલસીબી ટીમે દરોડો કર્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા સજ્જનપુરના રમેશભાઇ અંબાલાલભાઇ પટેલ, નવલગઢના રમણીકભાઇ હીરાભાઇ સીપરા, સજ્જનપુરના હસમુખભાઇ જગદીશભાઇ પટેલ, ધોળીના ગુલાબભાઇ રમણીકભાઇ ઇદરીયા, જેસડા સુરેશકુમાર રમેશચંદ્ર નીમ્બાર્ક સજ્જનપુરના કલ્પેશકુમાર ઘનશ્યામદાસ સાધુને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂ.36,500 રોકડા, 5 મોબાઇલ, બાઇક સહિત રૂ.1,30,000નો મુદામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાવાયો હતો.
સાયલા : સાયલા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન હડાળા ગામની માલદેભાઇની વાડી પાસેના વીડમાં રેડ કરતા દીપક ભોપાભાઇ ફીચડીયા, મુકેશ રમેશભાઇ વાઘેલા, અતુલ ધીરુભાઇ વસવેલીયા, જીલા ભુપતભાઇ કુકવાવા, અનિલ ભોપાભાઇ ફીચડીયાને ઝડપ્યા હતા. રેડમાં રૂ. 17, 240 અને અને રૂ. 5000ની કિંમતના 4 મોબાઇલ સહિત રૂ. 22,240ના મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અનુસંધાન પાના નં. 3 પર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.