રેસ્ક્યૂ:વિરમગામથી જૂનાગઢ કતલ માટે લઇ જવાતાં 19 પશુને બચાવાયાં, રૂ.2 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપી લેવાયા

સુરેન્દ્રનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પશુઓ મોકલનાર, મંગાવનાર સહિત 4 સામે ગુનો

વિરમગામથી વાહનમાં જુનાગઢ કતલખાને લઇ જવાતા 19 પશુઓને બચાવી જીવદાયા પ્રેમીઓએ વાહન સહિત 2.40 લાખના મુદ્દામાલ સાથે 2 વ્યકિતઓને પોલીસના હવાલે કરાયા છે. વિરમગામથી ટાટા 407માં કોઇપણ ઘાસચારાની વ્યવસ્થા વગર નિર્દય રીતે પશુઓ ભરી જુનાગઢ કતલના ઇરાદે લઇ જવાતા હોવાની બાતમી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રઘુભાઇ ભરવાડને મળી હતી.

આથી વિશાલભાઇ મુંધવા, હરેશ અઘારા, સંજય કાટોડીયા, વીશાલ કાવેટીયા, રવીભાઇ ભરવાડ સહિતનાઓએ શનીવારે રાત્રે મેકશન સર્કલ પાસે વોચ રાખી હતી. જેમાં બાયપાસ તરફથી આવતા ટાટા 407ને રોકી તલાશી લેવાતા તેમાં 19 પશુઓ નિર્દય રીતે બાંધેલા હતા. આથી વાહનના ડ્રાયવર વિરમગામના કાસમભાઇ નુરમહમદભાઇ સંધી, કલીનર એજાઝ સીદ્દીકભાઇ શેખને રૂપિયા 40 હજારના પશુઓ અને રૂપિયા 2 લાખના વાહન સહિત રૂપિયા 2.40 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડી જોરાવરનગર પોલીસના હવાલે કર્યા હતા. જેમાં પીએસઆઇ એન.એચ.કુરેશી સહિતનાઓએ કરેલી પૂછપરછમાં આ પશુઓ વિરમગામના અકબરભાઇ હમીદભાઇ શેખે મોકલ્યા હતા અને જુનાગઢના હાજીભાઇએ મંગાવ્યા હોવાનુ ખૂલતા પોલીસે ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...