વિદેશમાં જવાનો મોહ વધ્યો:સુરેન્દ્રનગર અને વઢવાણમાંથી 1863 લોકોએ પાસપોર્ટ કઢાવ્યો, દર વર્ષે સરેરાશ 1800થી વધુ લોકો વિદેશ જવા ઇચ્છે છે

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજગારીની અપૂરતી તકોના પગલે જિલ્લામાંથી એક વર્ષના સમયગાળામાં 17 ટકા લોકોએ ગામ છોડી અન્ય જગ્યાએ વસવાટ કરવા લાગ્યાં

સુરેન્દ્રનગર જિલ્લો એ વિકાસશીલ જિલ્લો ગણવામાં આવી રહ્યો છે. ત્યારે આઝાદી પછી જે સુરેન્દ્રનગર જિલ્લાનો વિકાસ થવો જોઈએ તેટલો થયો નથી. જિલ્લામાં વિકાસનો વેગ નીચો હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વેપાર, ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે તેમ જ સુખ સગવડતા ભોગવવા માટે સારું જીવન જીવવા માટે હવે લોકો વિદેશમાં જઈ રહ્યા છે.
વિદેશ જવા માટે પાસપોર્ટ કઢાવવાની અરજીમાં દર વર્ષે વધારો
સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદેશ જવા માટે એક જ વર્ષના સમયગાળામાં વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરના કુલ 1863 લોકોએ પાસપોર્ટ કઢાવ્યા અને અરજી કરી છે. ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં અપૂરતી સગવડતાઓ તેમજ મોટા ઉદ્યોગો તેમજ અપૂર્તિ વ્યવસ્થાના અભાવે લોકો ગામ છોડી રહ્યા છે કે, આ તારણ ઉપરથી સ્પષ્ટ રીતે વર્તાઇ રહ્યું છે. જિલ્લામાંથી અભ્યાસ માટે તેમજ અન્યત્ર વિદેશમાં જે પ્રવૃત્તિ કરવા માટે વિદ્યાર્થીઓએ વિદેશ જવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રોજગારની પૂર્તિ તકો ન હોવાના કારણે લોકો વેપાર માટે પણ વિદેશ જતા હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવી શકાય તેમ છે. ગ્રેજ્યુએટ અને શિક્ષણ મેળવ્યા બાદ લોકો વિદેશ વેપાર તેમજ વિદેશમાં વસવાટ કરવાનુ વધુ પસંદ કરી રહ્યા હોય તેવું પણ તજજ્ઞોનું કહેવું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સરેરાશ 1800થી વધુ લોકો વિદેશ જવા માટે એપ્લાય કરી રહ્યા છે અને વિદેશ જવા માટે પસંદગી કરી અને વીઝા પણ મેળવી રહ્યા છે.

આઝાદીના વર્ષો બાદ પણ સુરેન્દ્રનગરનો વિકાસ ફક્ત કાગળ ઉપર
એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસ માટે સતત અનેક સંસ્થાઓ તેમજ અને ઉદ્યોગકારો તેમજ સરકાર પ્રયાસ હાથ ધરતી હોય છે. ઔદ્યોગિક ક્ષેત્રે પણ સુરેન્દ્રનગર જિલ્લો અત્યંત પછાત હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે. જિલ્લામાં કોઈ એવી મોટી ફેક્ટરીઓ આવેલી નથી. અથવા કોઈ રોજગારી મેળવવાની તકો પણ સર્જાઇ રહી નથી. તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનો આઝાદીના વર્ષો બાદ પણ વિકાસ ફક્ત કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે.
ગ્રામીણ વિસ્તારોની સમસ્યાનો વકરતો વ્યાપ
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોનો વિકાસ થવો જોઈએ તે થઈ રહ્યો નથી. રોડ રસ્તા પ્રાથમિક સુવિધા અને સ્ટ્રીટ લાઈટોનો અભાવ આઝાદી પછીના વર્ષોથી ચાલ્યો આવી રહ્યો છે. ત્યારે અંગ્રેજો વખતમાં નાખવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો, દીવાડાંડિયો હજુ પણ અડીખમ રીતે ઉભી છે. તેમજ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા જુના બાંધકામો પણ હજુ સુધી યથાવત છે. ત્યારે બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા આઝાદી પહેલા જે બનાવેલા હતા. તે જ પ્રકારે ચાલી આવી રહ્યા છે. સરકારે નવીનતા પૂર્વક રીતે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે કોઈ અન્ય પગલાં ન ભર્યા હોવાના કારણે લોકો ગ્રામીણ વિસ્તારોમાંથી મોટા શહેરોમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જેને લઇને ગ્રામીણ વિસ્તારનો વિકાસ પહેલા થાય તે જરૂરી છે. અને રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા ગામડાના લોકોને પણ હવે મળે તે પણ જરૂરી છે.

સુરેન્દ્રનગરવાસીઓ મોટા સિટીમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉદ્યોગોની તક બેરોજગારી તેમજ પ્રાથમિક સુવિધાના અભાવે લોકો ગામ છોડી રહ્યા છે. ત્યારે મોટા ઉદ્યોગો પણ હવે રાજકોટ, અમદાવાદ સિટીમાં ઉદ્યોગકારો સ્થાપી રહ્યા છે. મૂળ સુરેન્દ્રનગરના હોય અને મુંબઈ માર્કેટમાં પણ નામ ધરાવતા ઘણા વેપારીઓ હાલમાં પ્રચલિત છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપન માટે તેમજ અન્યત્ર રીતે તેમને સપોર્ટ ન મળતો હોવાના કારણે મુંબઈ, અમદાવાદ અને રાજકોટ જવા સિટીમાં આવા ઉદ્યોગકારો રોકાણ કરી અને પોતાના ઉદ્યોગો સ્થાપ્યાને ત્યાંના લોકોને જ રોજગારી આપી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક જે લોકો છે તેમને આ મામલે પૂરતી રોજગારી મળી રહી નથી. મોટા કારખાનાઓ તેમજ મોટી ઇન્ડસ્ટ્રીયલ સુરેન્દ્રનગરમાં આવેલી નથી. જેથી હાઇફાઇ જિંદગી જીવવા માટે અને ઊંચા પગારની લાલચમાં આવી અને યુવા વર્ગ રાજકોટ, અમદાવાદ સિટીમાં વસવાટ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, તેવું લોકોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...