વપરાશના આધારે ભાવ ફેરફારથી રોષ:થાન સિરામિક ઉદ્યોગમાં 1.80 લાખ કિલો ગેસ સુધી 61.96 પછીના વપરાશ પર 106 ભાવ લેવાય છે

થાન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિરામિક ઉદ્યોગને અપાતા ગેસમાં ભાવવધારાથી અસર થઇ રહી છે. - Divya Bhaskar
સિરામિક ઉદ્યોગને અપાતા ગેસમાં ભાવવધારાથી અસર થઇ રહી છે.
  • હાલ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ, મહિને 63.60 લાખનો વધારાનો બોજો

ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં છાસવારે ભાવ વધારો ઝીંક્યો છે.જેમાં છેલ્લે 31 ઓક્ટોબરે વધુ રૂ.11.34નો ભાવ વધારા સામે ગેસનો ભાવ રૂ.61.96 પર પહોંચી જતા ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાઇ હતી. હાલ 2,40,000 કિલો ગેસના વપરાસ અંગે નવા નિયમ કરાયા છે. જેમાં 1,80,000 કિલો વપરાશ સુધી ભાવ રૂ.61.96 ત્યારબાદ ઉપરના વપરાશના 106 લેવામાં આવશે. આથી સિરામિક ઉદ્યોગ પર 63,60,000નો માસિક વધારાનો બોજો થશે.

થાનમાં 2005માં સરકારે એકમોને ગેસની લાઇન આપી ત્યારે 1 કિલો ગેસના રૂ.13 ભાવ હતો. જેમાં ઓગસ્ટ 2020માં ભાવ 26.08 હતો. ઓગસ્ટ 2021માં રૂ.4.62 વધારો કરતા રૂ.35.14ના ભાવે 1 કિલો મળતો હતો તેના રૂ.39.76 થઇ ગયા હતા. 31 ઓક્ટોબરે ભાવ વધારા સાથે રૂ.61.96 થઇ ગયો છે. થાન ઉદ્યોગોમાં હાલ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ છે. જૂના ભાવ રૂ.39.76 મુજબ ઉદ્યોગકાર રૂ.95,42,400 ચૂકવતા હતા. તે તા.13 ઓક્ટોબરના ભાવવધારા સાથે રૂ.50.26 થઇ જતા રૂ.12,230,400 વધારે ચૂકવવા પડતા હતા. હવે ભાવ રૂ.61.96 થઇ જતા રૂ.14,87,0400 ચૂકવવા પડશે. આમ સિરામિક ઉદ્યોગ પર 26,40,000નો બોજો થતો હતો.

હાલ ગેસના વપરાશ અંગે નવા નિયમ જાહેર કરાયા છે. જે મુજબ 2,40,00 કિલો વપરાસ સામે 1,80,000 કિલો વપરાશ સુધી ભાવ રૂ.61.96 ત્યારદ બાદ રૂ.106 ભાવ લેવાશે. આમ વધારાના 60,000 કિલો ગેસના 106 લેખે ભાવ ચૂકવતા સિરામિક ઉદ્યોગને 63,60,000નો વધારાનો બોજો થશે. આ અંગે તાજેતરમાં જ સિરામિક ઉદ્યોગકારોએ બેઠક બોલાવી ઉદ્યોગો ઓડ ઇવન પદ્ધતિથી ચલાવવા સહમતિ જાહેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરને ટેક્ષ્ટાઇલ હબ બનાવવાની વાતો વચ્ચે ગેસ ભાવવધારો સિરામિક ઉદ્યોગને નાબૂદ કરવાની કગાર પર લઇ આવ્યો છે.

10 વર્ષ પહેલા રૂ.13 ભાવ હતો હાલ 61.96 છે
થાનગઢમાં 10 વર્ષ પહેલાં સિરામિક ગેસની શરૂઆત થઈ ત્યારે રૂપિયા 13 ભાવ હતો આજે રૂપિયા રૂ.61.96 થયો છે. અને છેલ્લા 18 દિવસમાં જ રૂ.11.43નો ગેસનો ભાવ વધારી દીધો છે. આ પરિસ્થિતિમાં અમારે અમારી પ્રોડક્ટમાં બમણો ભાવ વધારો કરવો કોઈ વાતે શક્ય નથી.- સુરેશભાઇ સોમપુરા, પ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન

ઉદ્યોગ બંધ થશે તો 50 હજારથી વધુની રોજીને અસર
સિરામિક ઉદ્યોગ માત્ર ઉદ્યોગ નહીં પરંતુ 50થી 60 હજાર લોકોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે. આગામી સયમમાં જો ભાવવધારાના કારણે સિરામિક ઉદ્યોગો બંધ થાય તો માત્ર ઉદ્યોગ નહીં પરંતુ હજારો લોકોની રોજીરોટીને અસર કરશે. - શાંતિલાલ પટેલ, ઉપપ્રમુખ, પાંચાળ સિરામિક એસોસિયેશન

અન્ય સમાચારો પણ છે...