નિમણૂંક:18 તલાટીઓની વિસ્તરણ અધિકારી તરીકે બઢતી મળી, ખાતાકીય પરીક્ષા પાસ કરતા ઓર્ડર

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તુરંત ફરજના સ્થળે હાજર થવા સૂચન

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા 18 તલાટીઓએ વિસ્તરણ અધિકારી તરીકેની ખાતાકીય પરિક્ષા પાસ કરતા તેઓના બઢતીના ઓર્ડરો થયા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના ભારદના તલાટી એ.બી.શાહ, વઢવાણના કરણગઢના કે.વી.શુકલ, મૂળીના દૂધઇના તલાટી બી.એન.ત્રિવેદી, પાટડીના આદરિયાણાના તલાટી એન.એમ.પંચાલ, વઢવાણના ખજેલીના તલાટી પી.એ.બોરાણા, મૂળીના વિરપરના તલાટી એ.એમ.ઇંગરોડીયા, લખતર-બના તલાટી એ.વી.પારધી, સાયલા તાલુકાના ડોળીયાના તલાટી બી.એલ.મકવાણા સહિતનાઓને વિસ્તરણ અધિકારી તરીકે બઢતી અપાઇ છે. બઢતી આપવામાં આવેલ કર્મચારીઓને ફરજના સ્થળે તુરંત જ હાજર થવા જણાવાયુ છે, જો તેઓ હાજર નહી થાય તો તેઓ બઢતીનો હક્ક જતો કરે છે તેમ માની બઢતીનો આદેશ રદ્દ કરાશે તેવુ બઢતીના ઓર્ડરના અંતે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડાએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...