તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં ગુરુવારે 16,882એ રસી મુકાવી, રસીકરણનો આંક 10.83 લાખને પાર: 8.84 લાખે પ્રથમ, 1.99 લાખે બીજો ડોઝ લીધો

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં 69 કેન્દ્ર પર ગુરૂવારે રસીકરણ કાર્યક્રમ યોજાતા 16,882 લોકોએ રસી લીધી હતી. પરિણામે જિલ્લામાં કુલ 10,83,796 કોરોનાથી રક્ષણ આપતી રસી મુકાવી છે. જેમાં પ્રથમ ડોઝ 8.84 લાખ લોકોએ અને બંન્ને ડોઝ 1.99 લાખ લોકોએ મુકાવી દિધી છે. એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં કુલ 87,143 લોકોએ રસી મુકાવી હતી.જિલ્લામાં 2 સપ્ટેમ્બરના રોજ બુધવારે યોજાયેલા 69 કેન્દ્રના રસીકરણ કાર્યક્રમમાં 16,882 લોકોએ રસીનો લાભ લીધો હતો.આમ જિલ્લાના કુલ રસીકરણમાં 10,83,796 પર આંકડો પહોંચી ગયો છે.

આ રસીકરણ આંકમાં 5,69,212 પુરૂષ અને 5,14,409 મહિલાઓ રસીનો ડોઝ મુકાવી ચુક્યા છે. જેમાં કોવિશિલ્ડની 9,51,327 રસી તેમજ કોવેક્સિનની 1,31,469 રસીના ડોઝનો ઉપયોગ કરાયો છે. આમ જિલ્લામાં 18-44ની વયના 5,55,382, 45-60ની ઉંમરના 3,15,912 તેમજ 60થી ઉપરની વયના 2,12,502 લોકોએ વય જુથ પ્રમાણે રસીના ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે. 25 ઓગસ્ટે 7196 લોકોના રસી મુકાવા સાથે રસી આંક 9,96,653 પર પહોંચ્યો હતો. 2 સપ્ટેમ્બરે 16,882 લોકોએ રસી મુકાવતા અંક 10,83,796 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...