તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષાનું આયોજન:જિલ્લાનાં ITI કેન્દ્રો પર 1680 વિદ્યાર્થીએ પ્રેક્ટિલ પરીક્ષા આપી

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 સ્થળે વેલ્ડર, કોપા ટ્રેડની પરીક્ષાનું આયોજન
  • 13મીએ બાકીની પ્રેક્ટિકલી, ડ્રોઇંગની પરીક્ષા યોજાશે

સુરેન્દ્રનગર જિલ્લાના 13 કેન્દ્રો પર આઇટીઆઈના વિદ્યાર્થીઓ માટેની વિવિધ ટ્રેડની પ્રેક્ટિકલી પરીક્ષા તા. 11 ફેબ્રુઆરીએ યોજાઇ હતી. જેમાં અંદાજે 1800માંથી 1680 તાલામીર્થીઓએ પરીક્ષા આપી હતી.સુરેન્દ્રનગર આઈટીઆઈ, મહિલા આઈટીઆઈ તેમજ લીંબડી, પાટડી, ધ્રાંગધ્રા, ચોટીલા અને લખતરમાં આઇટીઆઈઓ આવેલી છે. જેમાં અનેક તાલીમાર્થીઓ જુદા જુદા ટ્રેડમાં અભ્યાસ કરીને પોતાનુ ભવિષ્ય બનાવી રહ્યા છે. પરંતુ કોરાનાની મહામારીના કારણે આઈટીઆઈના તાલીમાર્થીઓને જે બાકી અભ્યાસ હતો તે તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ તા. 11 ફેબ્રુઆરીને ગુરૂવારે 9 થી 5 કલાક દરમિયાન ટર્નર, બ્યુટીપાર્લર, કોપા, એન્જિનિયરીંગ, વેલ્ડર, મશીનીષ્ટ સહિતના કોર્ષની પ્રેક્ટિકલી પરીક્ષાઓ યોજાઇ હતી. જેમાં 7 સરકારી, 2 ગ્રાંટેટ ગ્રીનીંગ તેમજ 4 સેલ્ફ ફાઇનાન્સ સહિત 13 કેન્દ્રો પર પરીક્ષામાં અંદાજે 1800માંથી 1680 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી.

સુરેન્દ્રનગર આઇટીઆઇમાં ડી.એન.રાઠોડ, એમ.એલ.જોગારાણા સહિતના સ્ટાફે સુપરવાઇઝરની કામગીરી કરી હતી. આ અંગે પ્રિન્સીપાલ પી.કે.શાહે જણાવ્યું કે, સુરેન્દ્રનગર આઇટીઆઈમાં યોજાયેલી પરીક્ષા તાલીમાર્થીઓએ ઉત્સાહભેર તેમજ શાંતિપૂર્ણ રીતે પૂરી કરી હતી. જ્યારે આગામી તા. 13 ફેબ્રુઆરી દરમિયાન બાકીની પ્રેક્ટિકલી તેમજ ડ્રોઇંગની પરીક્ષા યાજોશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો