તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:સોમવારે 16694 લોકોએ રસી મુકાવી, જિલ્લામાં 8 લાખથી વધુનું રસીકરણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ સતવારા સમાજના સેવા ગ્રુપે ચોથો રસીકરણ કેમ્પ યોજ્યો હતો. - Divya Bhaskar
વઢવાણ સતવારા સમાજના સેવા ગ્રુપે ચોથો રસીકરણ કેમ્પ યોજ્યો હતો.
  • 1239 લોકોના ટેસ્ટિંગ, એકપણ પોઝિટિવ નહીં

સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણનો આંક 8 લાખને પાર કરીને 8,09,73.8 પર પહોંચી ગયો હતો. સોમવારે 10 થી રાતના 8 કલાક સુધીમાં 16694 લોકોએ રસી મૂકાવી હતી. જ્યારે કોરોના ટેસ્ટીંગમાં 1239 લોકોમાંથી એકપણ કોરોના પોઝિટીવ કેસ આવ્યો ન હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણ તેજ બનતા સોમવારે 71 કેન્દ્રો લોકોને રસી આપવામાં આવતા રાત્રિના 8 કલાક સુધીમાં 16,694 લોકોએ રસીનો લાભ લીધો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 8 લાખ લોકોને પાર કરીને કુલ રસીકરણનો આંક 8,09,738 પર પહોંચી ગયો હતો. જેમાં 6,81,937 લોકોએ પ્રથમ ડોઝ તેમજ 1,27,801 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે આ રસીકરણમાં 4,25,356 પુરૂષો તેમજ 3,84,245 મહિલાઓએ કોવિશિલ્ડની 7,10,149 અને કોવેક્સિનની 99,589 રસી લીધી હતી.

બીજી તરફ જિલ્લામાં 18+ની વયના લોકોને વધુમાં વધુ રસી દેવાનું આરોગ્ય સહિત જિલ્લા તંત્રનું આયોજન છે. ત્યારે અત્યાર સુધીમાં 18-44 વયના 3,92,111 લોકોએ રસી મૂકાવી હતી. જેની સામે 45-60ની ઉંમરના 2,46,653 તેમજ 60થી ઉપરની વયના 1,70,974 લોકોએ રસીનો લાભ લીધો હતો. તેમાંય પણ સોમવારે કુલ 16,694ની સામે 18-44 વયના 11,381 લોકોનું રસીકરણ થયુ હતુ. જ્યારે સોમવારે 1239 લોકોના ટેસ્ટીંગમાં એકપણ કોરોના પોઝિટીવ કેસ આવ્યો ન હતો.

11381 યુવાને રસી લીધી

સમયપ્રથમબીજો18-4445-6060+કુલ
1012914933911143
1190675698177106981
12177812812743982041876
1194711114314002272058
2208610215074682132188
318367113483651941907
4261510218076083022717
517747812574121831852
617167711644361931793
75872441413562611
85561238812555568
કુલ15930794113813563175016694

વઢવાણ સતવારા સમાજ યુવા ગ્રુપે 1540ને રસી આપી

વઢવાણ શહેરમાં આવેલા સતવારા સમાજે લોકો વધુમાં વધુ લોકો રસી લે તેવા હેતુથી અત્યાર સુધીમાં રસીકરણના 4 કેમ્પો યોજ્યા હતા. 23 માર્ચ બાદ મે માસમા, જૂનમાં, 8 ઓગસ્ટે રસીકરણના કેમ્પ કર્યા હતા. 9 ઓગસ્ટે યોજાયેલા કેમ્પમાં સમાજના 150થી વધુ લોકોએ રસીનો લાભ લીધો હતો. જ્યારે આ ચાર કેમ્પોમાં કુલ અંદાજે 1540થી વધુ લોકોની રસીકરણ થયું હતું. સોમવારે વઢવાણ સતવારા સમાજની નવી ભોજન શાળામાં કેમ્પમાં નગરપાલિકા સદસ્ય જગદીશભાઈ પરમાર, સ્મીતાબેન રાવલ, યોગેશભાઈ કણઝરીયા, ઇશ્વરભાઈ ખાંદલા, જીવરાજભાઈ હડીયલ, રવિભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...