તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હળવદમાં સરકારી ખરાબામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં સરકારી ખરાબામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો - Divya Bhaskar
હળવદમાં સરકારી ખરાબામાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, 1.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • હળવદ પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ તાલુકાના સુખપર ગામમાં પોલીસ દ્વારા સરકારી ખરાબામાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ 1.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

ગઈકાલે તા. 17ના રોજ સુખપર ગામમા ગરતી તળાવના કાંઠે આરોપીઓ શ્રવણ ઉર્ફે લાખા મનસુખભાઈ સજાણી, મુકેશભાઈ અવચરભાઈ ચારોલા, સંજયભાઈ ગુગાભાઈ જરવરીયા, વજાભાઈ દશરથભાઈ સજાણી અને સંજયભાઈ સવજીભાઈ ઝિંઝુવાડીયા પોતાના કબ્જા ભોગવટા વાળી સરકારી ખરાબાની જગ્યામા પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

હળવદ પોલીસે દરોડા દરમ્યાન ગરમ આથો 200 લીટર (કિ.રૂ. 400), ઠંડો આથો 2600 લીટર (કિ.રૂ.5200), ભઠીના સાધનો એલ્યુમીનીયમના 4 બકડીયા (કી.રૂ. 200), પાતલી 4 નળીઓ સાથે ઈંન્ડેન ગેસના 4 બાટલા (કિ.રૂ 4000), ગેશના ચુલા 4 રેગ્યુલેટર નળી સાથે (કિ.રૂ 800) તથા દેશી દારૂ આશરે 200 લીટર (કિ.રૂ. 4000) તથા મારૂતી સુઝુકી અલ્ટો કાર નં-GJ-13-AM-7178 (કિ.રૂ 1,50,000) મળી કુલ કિ.રૂ. 1,64,600 ના મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ આરોપીઓને પકડી તેની સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...