સુરેન્દ્રનગરમાં અનેક સ્થળો ઓફિસો, હોસ્પીટલો, બિલ્ડીંગોને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો ફરજીયાત રાખવાના નિયમનું પાલન કરવા જણાવાયુ હતુ.જેના રેગ્યુલર ચેકીંગ દરમિયાન હાઇરાઇઝ બિલ્ડીંગોમાં કોમર્શીયલ દુકાનોમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જણાયો હતો.આથી આવા કોમર્શીયલ બાંધકામોને નોટીસો પાઠવાઇ હતી બે વખત નોટીસ પાઠવવા છતા પણ કોઇ વ્યવસ્થા ન કરાતા અમદાવાદ રીજીયોનલ ફાયર ઓફિસર અમીત ડોંગરે અને ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયા અને ફાયર વિભાગ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં શહેરના શક્રિત શુક્ર, પાવન તથા એવન્યુનામની ત્રણ હાઇરાઇઝ બિલ્ડીંગોનીચે આવેલી 16 કોમર્શીયલ દુકાનોને શીલ મારી દીધા હતા.આ અંગે રીજીયોનલ ફાયર ઓફિસર અમીત ડોંગરેએ જણાવ્યુકે આ હાઇરાઇઝ બિલ્ડીંગોના કોમર્શીલ બાંધકામાં ફાયર સેફ્ટી રાખવા બે વખત નોટીસ અપાઇ હતી.છતા કોઇ વ્યવસ્થા ન થતા નિયામકની સુચના મુજબ કાર્યવાહી કરાઇ છે.
આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે.અત્રે ઉલ્લેખનીય છેકે શહેરના શક્તિશુક્ર અંગે કલેકટર અને એસપી કચેરીમાં કૃણાલભાઇ શાહ,વૈષ્ણવ રાહુલભાઇ, રામાનુજ માનસીબેન, સહિતના લોકોએ લેખિત રજૂઆત કરી હતી.
જેમાં જણાવ્યુ હતુ કે35થી વધુ લોકોએ દુધરે કેનાલ પાસે બની રહેલા શક્તિશુક્રએપાર્ટમેન્ ટ સ્કીમમાં બિલ્ડર ચંદ્રકાંતભાઇ શાહ, સોરભભાઇ શાહ પાસે મકાનબુક કરાવ્યાહતા.જેમાં રકમ ભરપાઇ કરતા મકાન 24 મહિનામાં તૈયાર કરી અપાશેનું કહ્યાને ત્રણ વર્ષ છતા મકાનનો કબજો સોંપાયો હતો અને બીયુ પરમીશન ફાયરસેફ્ટી પણ લીધી નથી આથી લોકો જીવના જોખમે રહે છે. આમ કાર્યવાહીને લઇ બિલ્ડરોને, કોમર્શીયલ દુકાન ધારકોમાં દોડધામ મચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.