કૌભાંડનો ભાંડો ફોડ્યો:16 દુકાનદારના પરવાના રદ કર્યા, 12 દુકાનદારનો મામલો કોર્ટમાં: 6 દુકાનદારે 2.44 કરોડથી વધુનો જથ્થો વેચી દીધો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2676 રાશન કાર્ડ ધારકોની પૂછપરછમાં પુરવઠા વિભાગે અનાજ વેચવાના કૌભાંડનો ભાંડો ફોડ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનમાં લોકોને આપવા માટે ફાળવવામાં આવતા ઘઉનો મોટા પ્રમાણમાં જથ્થો બારોબાર વેચી દેવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અને ઘઉંનો જથ્થો પકડાયો પણ હતો. આથી પુરવઠા વિભાગની ટીમે કુલ 2676 કાર્ડ ધારકોનો સરવે કરીને પરવાનેદારો રાસશકૌભાંડનો ભાંડો ફોડયો હતો. જેમાં કસૂરવાર ઠરેલા 16 દુકાનદારના પરવાના કાયમી માટે રદ કરી દીધા હતા. જયારે હજુ 12 દુકાનદાર કોર્ટમાં ગયા હોય તેમની સુનવણી બાકી છે.

દસાડાના આદરીયાણા ગામના પરવાનેદાર ગઢવી ચંડીદાન નારાયણદાન અને ગઢવી મોજદાન બેચરદાનને કોરોનાને કારણે હાજર ન રહી શકતા તેમની સુનવણી બાકી છે. જે પરવાનેદારોના પરવાના રદ કરાયા છે તેમણે કુલ રૂ.2,44,52,696 કરોડનો જથ્થો વેચી દીધો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.આથી આ રકમનો તેમને દંડ પણ કરવામાં આવ્યો હતો.

આ રીતે રાશન બારોબાર વેચવાનું કારસ્તાન બહાર આવ્યંુ
જિલ્લામાં સસ્તા અનાજની દુકાનોમાં સોફ્ટવેરમાં ચેડા કરી કોઇપણનું નામ નાખો ઓટીપી એક જ મોબાઇલમાં આવે તેમ સેટિંગ કરી અનાજ સગેવગે કરાતું હતું. જેમાં 29ના લાઈસન્સ 3 માસ માટે સસ્પેન્ડ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં દુકાનદારો અને રાશનકાર્ડ ધારકોને બોલાવી પૂછપરછ થતી. તેમાં દુકાનદારે વિતરણ કરાયું અને કાર્ડધારકને ન મળ્યાનું જવાબમાં ધ્યાને આવ્યું હતું.

કેટલા, કયા જથ્થાની ગોલમાલ કરી
16 દુકાનદારોના પરવાના રદ કર્યા હતા.જેની તપાસમાં પરવાને દારોએ 3,52,388 કિલો ઘઉં, 1,47,850 ચોખા કિલો, ખાંડ 9507 કિલો, દાળ 8194 કિલો, મીઠુ 3227 કિલો, કેરોસીન 2378 કિલોની વિતરણમાં ગોલમાલ કરી હતી. આથી રૂ.2,44,52,696નો દંડ ફટકારાયો હતો.સીધી વાત - ભાવનાબા ઝાલ, જિલ્લા પુરવઠા અધિકારી

કેવી રીતે તપાસ કરાઇ?
સસ્પેન્ડ કરાયેલા દુકાનદારોના અને લાભાર્થીઓની પુછપરછ કરાઇ હતી

રદ કરાયેલા દુકાનના લાભાર્થીઓને વિતરણ કઇ રીતે થશે?
તેની જવાબદારી અગાઉથી નજીકના દુકાનદારોને આપવામાં આવી છે.

દુકાનદારોને દંડની રકમમાં ફેરફાર કેમ?
- જે દુકાન દારે જેટલી માત્રામાં જથ્થો ધ્યાને આવે તેટલી રકમ દંડ થાય

બાકીના દુકાન દારો સામે કાર્યવાહી ક્યારે?
- બાકીના દુકાનદારો હાઇકોર્ટમાં પીટીશન કરી છે માટે બાકી છે

અન્ય સમાચારો પણ છે...